મૌની રોય લોકડાઉનમાં આ રીતે કરે છે દિવસો પસાર…આવે છે ઘરની યાદ

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે 3 મહિના સુધી સરકારે લોકડાઉન કરવામાં આવ્યું છે. તો હાલ લોકડાઉનના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ટીવી સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં કામ સંપૂર્ણ બંધ છે. કામ બંધ હોવાના કારણે બધા જ એક્ટર્સ પોતાના ઘરની અંદર કેદ થઈને બેઠા છે. આજે લગભગ લોકડાઉન હોવાથી દરેક લોકો પોતાના ઘરની અંદર રહીને કોઈને કોઈ નવું કામ જરૂર કરી રહ્યા છે. તો તેની વચ્ચે બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ પોતાના ઘરમાં રહીને કંઈને કંઈ નવું શીખી રહ્યા છે. તેમજ અમુક સેલેબ્સ ઘર કામ કરીને પણ ટાઈમપાસ કરી રહ્યા છે. 

પરંતુ અમુક સ્ટાર્સ એવા પણ છે, જે આ સમયમાં પોતાના પરિવારથી રહે છે અને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. તો મિત્રો એક એક્ટ્રેસ હાલ તેના પરિવારથી દુર છે અને અને તેના પરિવારને તે ખુબ જ મિસ કરી રહી છે. તે એક્ટ્રેસનું નામ છે મોની રોય. જી હા મિત્રો મોની રોય તેના પરિવારથી હાલ ખુબ જ દુર છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે મોની રોય ત્યાં રહીને હાલ શું કામ કરી રહી છે. જાણીને તમને પણ અચરજ થશે. તો ચાલો જાણીએ કે મોની રોય ક્યાં છે.

https://www.instagram.com/p/B_cVYLHpfKd/

એક વેબ પોર્ટલથી વાતચીત કરતા મોની રોયે જણાવ્યું હતું કે, મારા પરિવાર વગર રહેવું ખુબ જ મુશ્કેલ છે. હાલ હું જે રીતે અહિયાં છું, મારા પરિવારને ખુબ જ મુસ કરી રહી છું, પરિવાર સાથે ફોન કોલ્સ અને વિડીયો કોલ્સમાં વાતચીત થાય છે , પરંતુ રૂબરૂ ન હોવાની ખુબ જ મોટી ખોટ દેખાય છે. પરિવાર વગર રહેવું ખુબ જ મુશ્કેલ છે. 

પરંતુ ક્યારેક ક્યારેક રડી લવ છું, અને લોકડાઉનના કારણે મારી પાસે ખુબ જ સમય હોય છે, તો ક્યારેક ક્યારેક ભત્રીજાનું હોમવર્ક કરી આપું છું. તેના સિવાય અમુક નવી નવી ડીશ પણ બનાવતા શીખી રહી છું. પરંતુ આ બધા સાથે હું હાલ પેન્ટિંગ પર પણ ફોકસ કરી રહી છું. 

https://www.instagram.com/p/B_Rzw9hJD-3/

મિત્રો તમને જણાવી દવ કે મોની રોય છેલ્લા 10 વર્ષથી સ્ક્રિન પર અલગ અલગ કિરદાર નિભાવી રહી છે. મોની રોયે 2018 માં ફિલ્મ ‘ગોલ્ડ’ થી પોતાનું બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. તેમાં તે અક્ષય કુમારની સાથે જોવા મળી હતી. તે ફિલ્મમાં ખુબ જ શાનદાર કિરદાર નિભાવ્યું હતું. પરંતુ હાલ લોકડાઉન હોવાથી મોની રોય અબુ ધાબીમાં જાતે જ ક્વોરોંટાઈન છે. 

મોની રોયની આવનાર ફિલ્મની વાત કરીએ તો આ અદાકારા ખુબ જ જલ્દી “બ્રહ્માસ્ત્ર” ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો સાથે જોવા મળશે. 

Leave a Comment