શાસ્ત્રો અનુસાર આ દિશા માં તિજોરી રાખશો તો ક્યારેય નહીં આવે ધનની કમી

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🗄 તિજોરી માટે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન ……. ક્યારેય નહિ થાય ધનની કમી.. 🗄

🗄 મિત્રો આજે આપણે જાણીશું કે વસ્તુ શાસ્ત્ર પ્રમાણે તિજોરી અને લોકરને ઘરમાં કંઈ જગ્યા પર રાખવા જોઈએ. તિજોરીનો ઉપયોગ આપણે બધા જાણીએ જ છીએ કે કિંમતી સમાન જેમ કે ઘરેણા, મુલ્યવાન હીરા અને પૈસાને સુરક્ષિત રાખવા માટે થાય છે. તિજોરીની દિશા, ધાતુ, સ્થાન અને રંગનો ઉપયોગ વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવો જોઈએ પરંતુ જો આ બાબતનું ધ્યાન ન રાખવામાં આવે તો તિજોરીમાં રાખેલું ધન વધવાની જગ્યાએ ઘટવા લાગે છે. એટલા માટે ઘરમાં અને દુકાનમાં તિજોરી રાખતા સમયે આજે અમે જે જન્વશું તે બાબતોનું ખાસ રાખો ધ્યાન ધન સંબંધિત બધી જ પરેશાની દુર થઇ જશે.🗄 તો ચાલો જાણીએ તે 6 વાતો વિશે જેને તિજોરી રાખવાના સમયે ન કરવી જોઈએ.

🗄 1 સૌથી પહેલી વાત એ છે કે તિજોરી દક્ષીણ દિશા બાજુ ક્યારેય પણ ન ખુલવી જોઈએ. કેશ બોક્સ અને તિજોરીનું મુખ ક્યારેય પણ દક્ષીણ દિશા બાજુ ન ખુલવું જોઈએ. કેમ કે દક્ષીણ બાજુ મુખ વાળી તિજોરી હંમેશા ખાલી જ રહે છે.

🗄 2 તિજોરીને જમીન પર ન રાખવી. તિજોરીને ક્યારેય પણ જમીન પર ન રાખવી જોઈએ. તિજોરીને કોઈ પણ લાકડાના પાટિયાં અથવા સ્ટેન્ડ પર જ રાખવી જોઈએ. અને જો તેને લાકડાના બાજોઠ પર મુકવામાં તો અતિ ઉત્તમ માનવામાં આવે છે.

🗄 3 તિજોરીને ઉત્તર પૂર્વ ખૂણામાં ક્યારેય પણ ન રાખવી જોઈએ. ઘરમાં ઉત્તર પૂર્વ ખૂણામાં ક્યારેય પણ તિજોરી કે કબાટ ન રાખવો જોઈએ. તિજોરી માટે દક્ષીણ, દક્ષીણ પશ્વિમ અને પશ્વિમ દિશા ખુબ જ આદર્શ માનવામાં આવે છે.🗄 4 તિજોરી ખાલી ન રાખવી જોઈએ. કબાટ કે તિજોરીને ક્યારેય પણ ખાલી ન રાખવી જોઈએ.  તિજોરીમાં ગણેશજી અને લક્ષ્મીજીનો ફોટો અથવા 5 થી 7 ચાંદીના સિક્કા અવશ્ય રાખવા જોઈએ.

🗄 5 તિજોરીનો રંગ. ઘરના દક્ષીણ પશ્વિમ દિશમાં રાખવામાં આવતી તિજોરીનો રંગ ક્રીમ અથવા આછો પીળો હોવો જોઈએ. ક્યારેય પણ લીલો કે લાલ ન હોવો જોઈએ. કેમ કે લક્ષ્મીજીને પીળો કલર ખુબ જ પસંદ હોય છે.  

🗄 6 તિજોરીની બહાર કાચ ન લગાવો જોઈએ. ઘર અને તિજોરી પર રાખવામાં આવેલી તિજોરી પર કાચ ક્યારેય ન લગાવવો જોઈએ. તિજોરીની અંદર કાચ રાખવો તે ખુબ જ સારું માનવામાં આવે છે. જો દક્ષીણ પૂર્વ અથવા દક્ષીણના કબાટનો દરવાજા પર કાચ લાગેલો હોય તો તેના પર લીલો રંગ અથવા લીલા રંગના કાગળથી ઢાંકી દે છે.

🗄 તો મિત્રો આ હતી તિજોરી સાથે જોડાયેલી વસ્તુ ટીપ્સ જો કબાટ અને તિજોરીને ઘરમાં મુકતા સમયે આ બાબતનું ધ્યાન રાખશો તો અવશ્ય માં લક્ષ્મી અને કુબેરની કૃપાથી તમારી તિજોરી ધનથી સદા માટે ભરેલી જ રહેશે.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ.    (૩) ગુડ      (૪) એવરેજ      ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment