બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન હાલમાં પરિવાર સાથે માલદીવમાં વેકેશન માણી રહ્યા છે. જન્મદિવસ નિમિત્તે સૈફ ત્યાં ઉજવણી કરવા માટે ગયા છે. તેમાં કોઈ શંકા નથી કે સૈફ અલી ખાન અને તેમનો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ જ લોકપ્રિય છે. તેમના બે નાના પુત્રો જેહ અને તૈમુર સોશિયલ મીડિયા પર અવારનવાર હેડલાઇન્સમાં જોવા મળે છે.
સૈફ અલી ખાનની વાત કરીએ તો, જ્યારે તેણે ફિલ્મોમાંથી સારું નામ બનાવ્યું છે. પરંતુ સૈફ અલી ખાન પોતાની પ્રોપર્ટીને લઈને પણ ચર્ચામાં રહે છે. અહેવાલો અનુસાર, સૈફ અલી ખાન લગભગ 1120 કરોડની સંપત્તિનો માલિક છે.
માત્ર મુંબઈમાં જ નહિ, ગુરુગ્રામ (હરિયાણા) માં પટૌડી પેલેસ, લક્ઝરી કાર અને સ્વિટ્ઝરલેન્ડમાં હોલિડે હોમ્સ પણ છે. તાજેતરમાં સૈફે બાંદ્રાવાળા ઘરને સાડા ત્રણ લાખ રૂપિયામાં ભાડે આપ્યું છે.
વર્ષ 1993 માં બોલિવૂડમાં પ્રવેશ કરનાર સૈફ અલી ખાન ઘણી બ્રાન્ડ્સને પ્રોત્સાહન અને સમર્થન આપતો જોવા મળે છે. અહેવાલો અનુસાર, સૈફની મિલકતમાં થોડા જ વર્ષોમાં 70% જેટલો વધારો થયો છે.
સૈફ અલી ખાનને ગાડીઓનો ખુબ શોખ છે. તેમની પાસે ઓડી, BMW 7 સિરીઝ, લેક્સસ 470, મસ્ટંગ, રેન્જ રોવર અને લેન્ડ ક્રુઝર જેવી કાર છે. જેની કિંમત સામાન્ય માણસ માટે સપના જેવી લાગે છે. દરેક વાહનની કિંમત 50 લાખથી 2 કરોડ રૂપિયા સુધીની છે. સૈફ દર મહિને લગભગ 3 કરોડની કમાણી કરે છે. સૈફ અલી ખાન તેના અભિનય સિવાય પ્રોડ્યુસર તરીકે પણ ફિલ્મમાંથી કમાણી કરે છે.
સૈફ બાન્દ્રામાં આલિશાન ઘરમાં રહેતો હતો, પરંતુ હવે તેણે ઘર બદલી નાખ્યું છે. સૈફના પહેલાના ઘરની કિંમત આશરે 4.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય તેમના મુંબઈમાં બે બંગલા પણ છે. બંનેની કિંમત 6 – 6 કરોડ રૂપિયા છે.
જો આપણે પટૌડી પેલેસની વાત કરીએ, તો તેની કિંમત 800 કરોડ છે. આખો પરિવાર અહીં ખાસ પ્રસંગોએ જ ભેગો થાય છે. આ મહેલ 10 એકર જમીનમાં ફેલાયેલો છે, જેમાં 150 થી વધુ રૂમ છે.
મુંબઈમાં બંગલા અને ફ્લેટ ઉપરાંત સૈફ અલી ખાનનું સ્વિટ્ઝરલેન્ડમાં પણ હોલિડે હોમ છે. સૈફ એક ફિલ્મ માટે 6 – 7 કરોડ રૂપિયાની માંગ કરે છે. તેમજ તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 3 થી 4 કરોડ રૂપિયા લે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી