પ્લાસ્ટિક અને ડિસ્પોઝલના કારણે પર્યાવરણને થઈ રહેલા નુકશાનને લઈને ફરી માટીની કુલડીનો ઉપયોગ થવા લાગ્યો છે. પરંતુ બજારમાં માટીની કુલડી, માટલા અને સુરાહી જેવા પારંપરિક વાસણો સિવાય મોર્ડન કિચનમાં ઉપયોગ થતા તમામ વાસણો અને ટેબલવેર પણ મળી રહે છે. જ્યાં સુધી દેશી કંપનીઓ જે વીજળી વગર ચાલતા માટીના ફ્રીજ પણ વેંચી રહી છે.
માટીના કુકર, કઢાઈથી લઈને ફ્રિજ : મોર્ડન કિચનમાં ઉપયોગ થતા લગભગ બધા જ વાસણો હવે માટીથી બનાવવામાં આવી રહ્યા છે. માટીના આ વાસણો એટલા શાનદાર છે કે, નોનસ્ટીક કુક વેર, સ્ટીલના વાસણ, ક્રોકરી વગેરેને આસાનીથી રિપ્લેસ કરી દે છે. એટલું જ નહિ ખુબસુરતીમાં પણ માટીના વાસણ મોર્ડન કુક વેરને ટક્કર આપતા નજર આવે છે. પછી તે કુકર, હાંડી, ફ્રાઈંગ, પેન, બોટલ, તવો, બિરયાની પોટ, ડોંગે, વોટર ફિલ્ટર અને ત્યાં સુધી કે ફ્રિજ પણ માટીનું છે.
આ સિવાય સર્વિંગ પોટ, ચમચી, થાળી, પ્લેટ, કટોરી, ગ્લાસ જેવા બધા ટેબલ વેર પણ મળી રહ્યા છે. આ તમામ વસ્તુઓ માટીથી બનેલી હોય છે. તેની પ્રાઈજ રેંજ 70 રૂપિયાથી 8000 રૂપિયા સુધીની છે. તેમાં સૌથી મોંઘી પ્રોડક્ટ ફ્રિજ છે. જેની કિંમત વધુ છે.
માટીના આ વાસણો ગણતરીની જ દુકાનોમાં મળે છે. પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મની વાત કરવામાં આવે તો લગભગ અડધા ડઝન કરતા પણ વધુ કંપનીઓ માટીના વાસણ વેંચી રહ્યા છે. તમે મિટ્ટીકુલ.કોમ(mitticool.com), રાજેન્દ્ર ક્લે હેન્ડીક્રાફટ.કોમ, જિસ્તા.કોમ, માટીસુંગ.કોમ અને ક્લેહોટપાર્ટ્સ.કોમ વગેરેની વેબસાઈટ દ્વારા વાસણ ખરીદી શકો છો.
માટીના વાસણોમાં ખાવાનું પકવવા અને ખાવાના અનેક ફાયદા છે. જો કે નોન સ્ટીક વાસણો અને એલ્યુમિનિયમના વાસણમાં બનેલું ખાવાનું સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક છે. સાથે જ માટીના આ વાસણ પર્યાવરણને પણ નુકશાન નથી પહોંચાડતા.
માટીના વાસણનો ઉપયોગ કરવાની રીત : 1 ) જ્યારે પણ કોઈ નવું વાસણ ખરીદો, તેમાં ઓછામાં ઓછું 24 કલાક સુધી પાણી ભરીને મૂકી દો. અથવા કોઈ મોટા વાસણમાં પાણી ભરીને તેમાં માટીના વાસણને ડુબાડીની મૂકી દો. પછી સુકાય જાય ત્યાર બાદ તે વાસણોનો ઉપયોગ કરો.
2 ) ભોજન બનાવતા સમયે ગેસની આંચને ખુબ જ ધીમી ન રાખો, સાથે જ ગરમ વાસણને પથ્થરની સ્લેબ પર ન રાખો. તેના માટે સ્ટેન્ડનો ઉપયોગ કરો અથવા તો ચુલા પર જ વાસણને ઠંડું થવા દો.
3 ) માટીના વાસણોને ધોવા માટે રાખનો ઉપયોગ કરો. તેમજ માટી અથવા બેકિંગ પાવડરનો ઉપયોગ કરી શકો છો. તેમજ સ્ક્રબની જગ્યાએ નાળિયેરના બુચનો ઉપયોગ કરવો જોઈએ. આ વસ્તુ પણ ઓનલાઈન મળી રહે છે. વાસણોને ધોવા અને સુકાય ગયા બાદ જ ડ્રોઅરમાં રાખવા જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી