મચ્છર ભગાડવા માટેની જે રીફીલ હોય છે તેને આપણે ખાલી થઈ ગયા પછી ફેંકી દઈએ છીએ. પણ આજે અમે તમને જણાવીશું કે આપણે ફરીથી આ રીફીલને કેવી રીતે ભરી શકીએ અને બીજી વાર તેનો ઉપયોગ કરી શકીએ. એટલે કે આ ખાલી બોટલને ફરીથી કેવી રીતે ભરી શકાય છે. તેનો આસાન ઉપાય આ લેખમાં જણાવશું.
મચ્છર ભગાવવાની રીફીલ બીજીવાર ભરવા માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ નહિ થાય. જો આપણે એક બોટલ ભરીએ છીએ તો તેમાં માત્ર ખર્ચ પણ 4 થી 5 રૂપિયાથી વધુ નથી થતો. ચાલો તો અમે તમને જણાવી દઈએ કે ફરીવાર રીફીલ કેવી રીતે ભરી શકાય છે. જાણવા માટે અંત સુધી અવશ્ય વાંચો.રીફીલ માટે આપણને આવશ્યકતા છે એક ખાલી રીફીલ બોટલની. તેની ઉપરનો ભાગ કાઢી નાખો. તે ખુબ જ સરળતાથી નીકળી જાય છે અને પછી આપણે લેવાનું છે કપૂર. તે બજારમાં સરળતાથી મળી જાય છે. કપૂરને પીસી નાખો. તેને પેકેટની અંદર જ પીસી નાખો. તેની ઉપર તેને કોઈ ભારે વસ્તુની મદદથી અથવા હાથથી પણ પીસી શકો છો.
તેનો પાવડર ખુબ જ સરળતાથી બની જાય છે. એક ટીકડીનો પાવડર બનાવી લો. તે બે રૂપિયાની આવે છે. પછી તમારે હાર્ડવેરની દુકાનથી તારપીનનું તેલ (ટર્પેન્ટાઇન) લેવાનું છે. તમે તેના વિશે જાણતા જ હશો. તારપીનના તેલની અડધો લીટરની બોટલ તમને 25 થી 30 રૂપિયામાં મળી જશે. કપૂરના પાવડરને કોઈ કાગળમાં કાઢી નાખો અને પછી કપૂરના પાવડરને રીફીલમાં નાખો. ત્યાર પછી તારપીનના તેલથી રીફીલને ભરી લો. પછી તેનું ઢાંકણું ઢાંકી દો અને બોટલને સારી રીતે હલાવો. જેથી કરીને તારપીનનું તેલ કપૂર સાથે સારી રીતે મિક્સ થઈ જાય.કપૂર અને તારપીનનું તેલને સારી રીતે મિક્સ કરી લો. હવે આપણી એક રીફીલ બનીને તૈયાર છે. હવે તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. હવે તેને તમે મચ્છર મારવા માટે ઉપયોગ કરી શકો છો. આ ખુબ જ સારો ઉપાય છે. તેનાથી 100% મચ્છર ભાગી જાય છે. તેને બનાવવાનો ખર્ચ પણ 4 થી 5 રૂપિયા જ થાય છે. અડધા લીટરની બોટલમાં લગભગ 40 થી 50 બોટલ રીફીલ ભરાઈ જાય છે. તેનાથી કોઈ નુકસાન પણ નથી થતું.
એ તો તમે જાણો છો કે, કપૂરનો ઉપયોગ આપણે ઘરમાં હવાને શુદ્ધ કરવા માટે હવનમાં પણ કરીએ છીએ. પૂજામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આથી તેનાથી ક્યારેય કોઈ પણ નુકસાન નથી થતું. તમે તેને ઘરમાં બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. જો તમે તેને બહારથી ખરીદો છો તો તે તમને 70 થી 75 રૂપિયામાં મળે છે. પણ તમે તેને ઘરમાં માત્ર 5 રૂપિયામાં ખુબ જ સરળતાથી બનાવી શકો છો.
આવીજ બીજી ટિપ્સ મેળવવા માંગતા હોવ તો કોમેન્ટ કરો part -2 અમે આપના સમક્ષ આવી બીજી માહિતી અવશ્ય રજૂ કરીશું.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very helpful…..
bahut sundar kamki bat