જો તમારા કુંડામાં લાગેલા મીઠા લીમડાના પાંદડામાં જીવ જંતુઓ થઈ ગયા છે અને છોડને નુકશાન પહોંચાડી રહ્યા છે, તો તમે આ ટિપ્સને અપનાવીને એ જીવજંતુઓથી છુટકારો મેળવી શકો છો.
મીઠા લીમડાનો છોડ લગભગ દરેકના ઘરોમાં લાગેલા હોય છે. આ છોડ રસોડાનો એક ખુબ જ સારો અને જરૂરી એંગ્રિડિયન્સ છે. એટલું જ નહિ, પરંતુ રસોડા સિવાય સ્કીન, વાળ વગેરેની સમસ્યાને દૂર કરવા માટે મીઠા લીમડાને બેસ્ટ માનવામાં આવે છે.
તેવામાં મીઠા લીમડાના છોડને સુરક્ષિત રાખવો એ ખુબ જ જરૂરી છે. ઘણી વાર એવું થતું હોય છે કે, તેની પૂરતી સંભાળ ન લેવાથી પણ તે ખરાબ થઈ જાય છે એટલે કે તે સુકાઈ જાય છે અથવા જીવજંતુઓ થઈ જાય છે. તેવામાં અમે તમને આ આર્ટીકલમાં ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે ખુબ જ સહેલાઈથી જીવજંતુઓને છોડથી દૂર કરી શકો છો. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
લીમડાનું તેલ : કોઈ પણ કેમિકલ્સ યુક્ત સ્પ્રેનો ઉપયોગ કરવા કરતાં તમે નેચરલ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. લીમડાના તેલનો સ્પ્રે કરવાથી જીવજંતુઓ દૂર પણ થશે અને છોડને કોઈપણ નુકશાન પણ નહિ થાય. આ માટે એકથી બે કપ પાણીમાં એકથી બે ચમચી લીમડાના તેલને મિક્સ કરીને તૈયાર કરી લો. હવે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને છોડ ઉપર છંટકાવ કરો. તેનો છંટકાવ કરવાથી જીવજંતુઓ નહિ થાય અને સાથે જ પક્ષીઓ પણ છોડને નુકશાન નહિ પહોંચાડે.
બેકિંગ સોડાનો સ્પ્રે : બેકિંગ સોડાથી ઘરમાં જ બનાવેલો સ્પ્રે મીઠા લીમડાના છોડમાંથી જીવજંતુઓને દૂર કરે છે, અને આ બેસ્ટ ઘરેલુ ઉપાય છે. આ માટે તમે 1 થી 2 લિટર પાણીમાં 3 થી 4 ચમચી બેકિંગ સોડા નાખીને એક ઘોળ તૈયાર કરી લો. સારી રીતે મિક્સ કર્યા પછી આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરી લો. હવે તેને ચેપ વાળી જગ્યા પર અથવા પાંદડા પર છંટકાવ કરો. આવું કરવાથી જીવજંતુઓ દૂર થઈ જશે અને તેનો ઉપયોગ કરવાથી છોડને નુકશાન પણ નહિ થાય.
મીઠાના સ્પ્રેનો ઉપયોગ : મીઠાનો ઉપયોગ કરીને પણ તમે મીઠા લીમડાના છોડને જીવજંતુઓથી દૂર કરી શકો છો. મીઠાના સ્પ્રેનો છોડ પર ઉપયોગ કરવાથી નાના જીવજંતુઓથી લઈને મોટા જીવજંતુઓ પણ દૂર થઈ જાય છે. આ માટે તમે 1 લિટર પાણીમાં બે ચમચી મીઠાને ઉમેરીને એક ઘોળ તૈયાર કરી લો. હવે તેણે એક સ્પ્રે બોટલમાં ભરીને છોડ અને પાંદડા પર તેનો છંટકાવ કરો. આનો છંટકાવ કરવાથી પાંદડા ફ્રેશ પણ રહે છે અને કંઈ પણ નુકશાન પણ નહિ થાય. પરંતુ તમને જણાવી દઈએ કે, છોડના મૂળ પર આનો છંટકાવ કરવાથી બચવું જોઈએ. આમ તમે મીઠા લીમડાને જીવજંતુઓથી બચાવવા મીઠાનો ઉપયોગ કરી શકો છો.
આ સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકાય : જીવજંતુઓને દૂર કરવા માટે, તમે અજમા, તુલસી, નિલગિરી વગેરે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. આ સિવાય તમે કોઈ પણ હર્બલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ નેચરલ તેલનો ઉપયોગ કરવાથી પણ જીવજંતુઓ ઝડપથી દૂર થઈ જાય છે. જીવજંતુઓને દૂર કરવા માટે તમે નોન-ડીટરજેંટ અને ડિશ સોપનો ઉપયોગ પણ કરી શકો છો. આ સિવાય તમે મીઠા લીમડાના છોડમાંથી જીવજંતુઓને દૂર કરવા માટે જેટનો ઉપયોગ પણ કરી શકો છો.
આમ તમે મીઠા લીમડાને જીવાતથી બચાવવા માટે વિવિધ નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તેમજ તેનાથી છોડને કોઈ નુકશાન પણ નથી થતું. આ સાથે તમે કુદરતી રીતે છોડને જીવાતથી બચાવી શકો છો. તેમજ અન્ય કેમિકલ રસાયણ કરતા આ નેચરલ ઉપાય વધુ અસરકારક છે. જેને તમે ઘરે જ બનાવી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી