મિત્રો આપણે ઘર વપરાશમાં ગેસનો ઉપયોગ કરીએ છીએ. તેમજ દરેકના ઘરમાં ગેસ સિલિન્ડર આવે છે. જેને આપણે આપણી ભાષામાં ગેસનો બાટલો કહીએ છીએ. જે લાલ કલરમાં અને લગભગ 14 કિલો આસપાસ વજનનો હોય છે. પણ આ ગેસના સિલિન્ડરની અમુક બાબત વિશે ઘણા લોકો અજાણ હોય છે. તો આજે આ લેખમાં અમે તમને ગેસ સિલિન્ડરની એક જ રહસ્યમય બાબત વિશે જણાવશું, જેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા.
આપણે દરેક લોકો ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોઈએ છીએ. પણ આપણને ઘર વપરાશની કેટલીક એવી વસ્તુઓ વિશેની માહિતી નથી હોતી. હવે ગેસ સિલિન્ડરને જ લઈ લો. શું આપણને ખબર છે કે તેનો રંગ લાલ કેમ હોય છે ? તથા તેની નીચે છિદ્રો શા કારણથી હોય છે ? તો ચાલો આપણે તેના વિશેની મહત્વની અને ઉપયોગી માહિતી વિશે જાણીએ.આપણા ઘરમાં એવી કેટલીક બાબત હોય છે જેને આપણે કેટલાક વર્ષોથી વાપરતા હોઈએ છીએ, પરંતુ જો તેના વિશે આપણને સામાન્ય સવાલ પૂછવામાં આવે તો આપણને તેના વિશેની માહિતી નથી હોતી. હવે આપણા ઘરમાં આવવા આવતા ગેસને જ લઈ લો. શું તમે તેને ક્યારેય કાળજીપૂર્વક જોયો છે? શું તમે જણાવી શકો છો કે તેનો રંગ લાલ જ કેમ હોય છે અથવા તો તેના તળિયાં નીચે છેદ શા કારણથી હોય છે ? આ ડિઝાઇન આવી શું કામ હોય છે ?
ગેસ સિલિન્ડરની નીચે કેમ હોય છે છિદ્રો : આ વિશે જાણવું તમારા માટે જરૂરી છે. ખરેખર, ગેસ સિલિન્ડરનું તાપમાન ઘણી વખત વધી જાય છે અને હવા તેની નીચે રહેલા છિદ્રો દ્વારા સરળતાથી પસાર થઈ જાય છે. જો આ છિદ્રો રાખવામાં ન આવે તો તાપમાનમાં વધારો થવાથી તળિયાની ધાતુને નુકશાન પહોંચાડે છે અથવા તો અંદરનું તાપમાન વધી જાય છે. જેના કારણે ક્યારેક અકસ્માત થવાની પણ સંભાવના રહે છે. આ કારણથી જ ગેસ સિલિન્ડરને હંમેશા એવી જગ્યા પર રાખવા માટેની સલાહ આપવામાં આવે છે કે જ્યાં વધારે ગરમી ન હોય.આ સાથે, જો તને સ્વસ્થતા તરફ નજર નાખો તો પણ તે ખુબ જ આરામદાયક છે અને નીચેનું ફ્લોર સરળતાથી પાણીથી સાફ કરી શકાય છે અને પછી છિદ્રો માથી હવા ફ્લોરને જડપથી સૂકવી નાખે છે અને ધાતુને કાટ નથી લાગતો.
સિલિન્ડરનો રંગ લાલ : ગેસ સિલિન્ડરનો રંગ લાલ એટલા માટે હોય છે કારણ કે, આ રંગ દૂરથી પણ દેખાય આવે છે. આવામાં જો ગેસ સિલિન્ડરને કોઈ પણ ગાડીમાં ટ્રાન્સફર કરવામાં આવે તો તે સહેલાઈથી દેખાય શકે છે. આથી જ બીજી બધી ગાડીઓને સંકેત મળી જાય છે કે સિલિન્ડરને ટ્રાન્સફર કરવા વાળી ગાડીની પાસે નથી જવાનું. તે જોખમી હોય છે.ગેસની ગંધ : રસોઈ ગેસની ગંધને તો તમે જાણતા જ હશો. ખરેખર LPG ગેસમાં કોઈ ગંધ નથી હોતી. પરંતુ તેમાં Ethyl Mercaptan અલગથી જોડવામાં આવે છે તેથી જો કોઈને પણ એની ગંધ આવે એટલે તરત જરૂરી પગલાં લઈ શકે અને તેથી કોઈ પણ દુર્ઘટના પહેલા બચી શકાય. જો આ ગંધ ન આવે તો રસોઈ ગેસથી કેટલીક હદ સુધી આ સમસ્યા વધી શકે છે.
સિલિન્ડર સમાન આકાર : તમે જોયું જ હશે કે બધા મજબૂત વહાણો, કન્ટેનર વગેરે નળાકાર આકાર અથવા ગોળ આકારના હોય છે. ડીઝલ અથવા પેટ્રોલ વહન કરતી માલ ટ્રેનનો આકાર પણ સમાન જ હોય છે. નળાકાર આકાર એ કોઈ પણ વસ્તુને બરાબર માત્રામાં ફેલાવી દે છે. આ માટે જ આ સાચો ઓપ્શન છે. આજ કારણ છે કે ગેસ સિલિન્ડરનો આકાર આ પ્રમાણે આપવામાં આવ્યો છે.સિલિન્ડરની સમાપ્તિ તારીખ : શું તમે જાણો છો કે ગેસ સિલિન્ડરની પણ સમાપ્તિ તારીખ હોય છે. દરેક ગેસ સિલિન્ડરની પાછળ નંબર લખેલા હોય છે જેમાં મહિનો અને વર્ષ લખેલું હોય છે. એમાં ચાર શબ્દ હોય છે A,B,C અને D જેના દ્વારા તમે જાતે જ ગેસ સિલિન્ડરની સમાપ્તિ તારીખ ચેક કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી