ફક્ત 1 સેકેંડ પૃથ્વી ફરવાનું બંધ કરી દે, તો થશે આવી ભયંકર પરીસ્થિતિ. જાણો આ વ્યક્તિએ જણાવેલ હકીકત, ઉડી જશે તમારા હોંશ….

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો પૃથ્વી એક સેકેંડ માટે ફરતી બંધ થઈ જાય તો કેટલું મોટું હોનારત થઈ શકે ? પૃથ્વી તેની ધરી પર ફરે છે અને તેનું પરિભ્રમણ 23 કલાક 56 મિનિટ 4.1 સેકેંડમાં પૂર્ણ કરે છે. આ કારણે પૃથ્વીના એક ભાગમાં દિવસ છે અને બીજી બાજુ રાત છે. અમેરિકાના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી નીલ ડી ગ્રાસે ટાયસને જો પૃથ્વી એક સેકેંડ માટે ફરવાનું બંધ કરી દે તો શું થશે તે અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

ભયાનક પરિસ્થિતિઓ : અમેરિકન ખગોળશાસ્ત્રી નીલ ડી ગ્રાસે ટાયસને ટીવી અને રેડિયો પર્સનાલિટી લેરી કિંગ સાથે વાત કરી અને કહ્યું કે, જો પૃથ્વી તેની ધરી પર એક સેકેંડ માટે ફરતી બંધ થઈ જાય તો પરિસ્થિતિ ભયંકર હશે. ટાયસને કહ્યું કે, આપણે બધા પૃથ્વી સાથે પૂર્વ તરફ આગળ વધી રહ્યા છીએ અને જો તે એક સેકેંડ માટે અટકી જાય તો ભયંકર સ્થિતિ પણ થઈ શકે છે.

ટાયસને કહ્યું કે, પૃથ્વી તેની ધરી પર 8000 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફરતી હોય છે અને આપણે બધા તેની સાથે આગળ વધી રહ્યા છીએ. જો તે એક સેકેંડ માટે પણ અટકી જાય, તો પૃથ્વી પરના લોકોના જીવ જઈ શકે છે.

કાર અકસ્માત જેવી પરિસ્થિતિ : લોકો તેમની બારીઓમાંથી કૂદકો મારીને નીચે પડી શકે છે અને તે જોવું એકદમ ભયાનક હશે. ટાયસનના મતે, તે કાર અકસ્માત જેવું હશે. જો કોઈ કાર ખુબ જ  ઝડપે જઈ રહી હોય અને તે અકસ્માતમાં આવી જાય, તો કારમાં બેઠેલા લોકો તેમની સીટ પરથી કૂદીને નીચે પડી જશે, જેમની પાસે સીટ બેલ્ટ ન હોય.

તમને જણાવી દઈએ કે ટાયસન આ પહેલા પણ પોતાના ટ્વિટને લઈને ચર્ચામાં રહ્યા છે. અગાઉ, તેમણે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની સંપત્તિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, બેઝોસની 200 અબજ ડોલરની સંપત્તિ સાથે, પૃથ્વીને 180 વખત પરિભ્રમણ કરી શકાય છે અને આ પૃથ્વી અને ચંદ્ર પર 30 વખત પહોંચી શકાય છે. તેમણે રિચાર્ડ બ્રેન્સનની અવકાશ યાત્રાને લઈને પણ આવા નિવેદનો આપ્યા છે.

દિવસ ખુબ જ લાંબો હોય શકે : જો કે, ટાયસને એ પણ સ્પષ્ટતા કરી હતી કે જો પૃથ્વી પરનો દરેક વ્યક્તિ આવી સ્થિતિમાં ધીમો પડી જાય અથવા તેની ઝડપ ઘટાડે તો કોઈને પણ નુકશાન નહિ થાય. આ સ્થિતિમાં માત્ર એક જ પરિણામ આવશે કે દિવસ ઘણો લાંબો થઈ શકે છે.

કોણ છે નીલ ટાયસન ? : નીલ ડીગ્રાસે ટાયસન વિશે વાત કરીએ તો, તે 9 વર્ષનો હતો ત્યારથી તેને ખગોળશાસ્ત્રમાં રસ હતો. તે અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં ગયો, ત્યાર બાદ તેમાં તેનો રસ વધ્યો. ટાયસને 1980 માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને 1983 માં ટેક્સાસ યુનિવર્સિટીમાંથી ખગોળશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment