મિત્રો તમે કદાચ જાણતા હશો કે તમારા જે વાળ ખરે છે તેને તમે કચરામાં જવા દો છો અથવા તો જ્યાં ત્યાં ફેંકી દો છો. પણ આ ખરતા વાળનું પણ આખી દુનિયામાં બિઝનેસ કરવામાં આવે છે. અને કદાચ તમારા ઘર પાસે પણ ગરીબ માણસો વાળ ખરીદવા માટે આવે છે. આ ખરતા વાળનો બિઝનેસ ખુબ જ મોટો છે અને તેમાંથી લોકો સારી એવી કમાણી કરે છે.
સ્ટાર્ટ અપથી જોડાયેલા ટીવી રિયાલિટી શો, શાર્ક ટૈંકમાં અમુક કારોબારી અનોખા બિઝનેસ આઇડિયા સાથે પહોંચ્યા તો મેંટોર્સ ચોંકી ઉઠ્યા. વાસ્તવમાં રિયાલિટી શોમાં પહોંચેલા સ્ટાર્ટઅપે જણાવ્યું કે તેઓ મંદિરોમાં દાન થતાં વાળનો ધંધો કરે છે. તેનાથી તેમને દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી થઈ રહી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે, કાપેલા અને ખરતા વાળથી કરોડો રૂપિયાનો ધંધો કેવી રીતે થઈ શકે છે તો અમે તમને જણાવી દઈએ કે, દુનિયા આખીમાં વાળથી અરબો રૂપિયા વર્ષનો કારોબાર થતો હોય છે.
વાળના આ બિઝનેસમાં ભારતનું પણ મોટું યોગદાન છે. આપણા દેશમાંથી દર વર્ષે લગભગ 400 મિલિયન ડોલરના વાળ સપ્લાઈ થાય છે. વર્ષ 2020 માં ભારતથી વિદેશ મોકલાવવામાં આવેલા વાળમાં 39 ટકાનો વર્ષનો નફો થયો. ગામડા અને શહેરોમાં ફેરિયાઓ ઘરે ઘરે જઈને વાળ ભેગા કરે છે.
કેટલા રૂપિયે કિલો વેચાય છે વાળ ? : ફેરિયાઓ ક્વોલિટીના હિસાબથી કિંમત લગાડે છે. અમુક લોકોના વાળને 8 થી 10 હજાર રૂપિયે પ્રતિ કિલોના હિસાબથી ખરીદવામાં આવે છે. ફેરિયાઓ વાળને ખરીદીને સ્થાનિક વેપારીઓને વેંચે છે. આ જગ્યા વિદેશી વેપારીઓનો ગઢ ગણવામાં આવે છે. ગુજરાતમાં વાળની માંગ ખુબ વધારે છે, ત્યાંના વાળ મજબૂત અને ચમકદાર હોય છે.
શું કરવામાં આવે છે વાળનું ? : કાંસકાથી ખરતા વાળને ટ્રાન્સપ્લાંટ કરવા, વિગ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ખરેલા વાળને સાફ કરીને કેમિકલમાં રાખવામાં આવે છે. પછી સીધા કરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રીટમેંટ કરી તેને ચીન મોકલવામાં આવે છે. વાળની ક્વોલિટી માટે અલગ-અલગ શર્ત છે જેમ કે, વાળ કાપેલા ન હોવા જોઈએ, વાળ કાંસકીથી ખરેલા હોવા જોઈએ અને તેની લંબાઈ 8 ઈંચથી ઓછી ન હોવી જોઈએ.
ભારતના મંદિર પૂરી કરે છે ડિમાન્ડ : ખુબ જ મોટી સંખ્યામાં વર્જીન હેયરની માંગ ભારતના મંદિર માંથી જતાં વાળ પૂરી કરે છે. 2014 માં તિરુપતિ મંદિર માંથી જ 220 કરોડના વાળનું વેંચાણ થયું હતું.
હેર એકસ્પોર્ટ્સનું કહેવું છે કે, સારી ક્વોલિટીના વાળનું મળવું મુશ્કેલ છે. દક્ષિણ ભારતની મહિલાઓ તેમના વાળ સાથે વધારે છેડછાડ કરતી નથી. માટે નિર્યાત કરનારા મંદિરના શરણે જાય છે. તામિલનાડુ અને આંધ્રપ્રદેશના મંદિરો માંથી વાળનું નિકાસ સૌથી વધુ થાય છે.
દેશના સૌથી આમિર મંદિરો માંથી એક તિરુમાલા તિરુપતિ મંદિરે મંદિરમાં ઓગસ્ટ 2018 માં 5600 કિલો વાળ નીલામી માટે રાખ્યા હતા. વાળને લંબાઈના આધારે ત્રણ અલગ-અલગ શ્રેણીમાં વહેંચ્યા હતા. તે સિવાય સફેદ વાળની એક અલગ શ્રેણી હતી.
પ્રથમ શ્રેણીમાં 31 ઇંચ અને તેનાથી વધુ લંબાઈના વાળ : મંદિરે 22494 રૂપિયા પ્રતિ કિલોની કિંમતે 8300 કિલો આવા વાળની નીલામી માટે રાખ્યા, જેમાથી 1600 કિલોગ્રામ વાળની નીલામી થઈ અને મંદિરને 356 કરોડ રૂપિયા મળ્યા.
દ્વિતીય શ્રેણી 16 થી 30 ઇંચ લાંબા વાળ : દ્વિતીય શ્રેણીના 37800 કિલો વાળ 13223 રૂપિયે પ્રતિ કિલો નીલામી માટે રાખ્યા, જેમાથી 2000 કિલો વાળ વેંચાયા અને મંદિરને 3.44 કરોડ રૂપિયા મળ્યા.
તૃતીય શ્રેણી 10 થી 15 ઇંચ લાંબા વાળ : 3014 રૂપિયે પ્રતિ કિલોના ભાવથી તૃતીય શ્રેણીના 800 કિલો વાળ નીલામી માટે રખાયા જેમાંથી મંદિરને 24.11 કરોડ રૂપિયા મળ્યા.
સફેદ વાળ : 6700 કિલો સફેદ વાળ 5462 રૂપિયે પ્રતિ કિલોના ભાવથી નીલામી માટે રખાયા તેમાંથી 12 કિલો વાળનું વેચાણ થયું અને મંદિરને 65.55 લાખ રૂપિયા મળ્યા.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી