મિત્રો ફેસબુક પર મોટી કંપનીઓ દ્વારા જાહેરાત અટકાવવામાં આવી રહી છે, જેમાં કોકા-કોલા કંપનીએ પોતાની જાહેરાત રોકી દીધી છે. ફેસબુકમાં ભડકાવ અને વિવાદિત સામગ્રીને લઈને ફેસબુકને કંપનીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.
કોકા-કોલા કંપનીએ એવી ઘોષણા કરી છે કે, વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વેષપૂર્ણ ભાષણને લઈને દબાવ બનાવવા માટે કંપની ઓછામાં ઓછા 30 દિવસ સુધી આ પ્લેટફોર્મ પર જાહેરાત નહિ કરે. ઠંડા પીણા નિર્માતા કંપનીના ચેરમેન અને CEO જેમ્સ ક્વિન્સીએ કહ્યું છે કે, “દુનિયામાં નસ્લવાદ માટે કોઈ જગ્યા જ નથી, અને સોશિયલ મીડિયા પર નસ્લવાદ માટે કોઈ જગ્યા નથી.”
જેમાં ક્વિન્સીએ સોશિયલ મીડિયા કંપનીઓ પાસે જવાબદારી અને પારદર્શિતાની માંગ કરી છે. આ ઘોષણા ત્યારે થઈ હતી જ્યારે ફેસબુક દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ ઘોષણા કરવામાં આવી હતી. જેમાં ફેસબુક દ્વારા કહેવામાં આવ્યું છે કે, ન્યુઝ વેલ્યુના હિસાબથી કોઈ પોસ્ટને ખતરનાક અથવા ભ્રામક ઘોષિત કરશે. પરંતુ ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, એવી જાહેરાતોને પણ પ્રતિબંધિત કરશે જેમાં ‘વિભિન્ન નસ્લ, રાષ્ટ્રીયતા, ધર્મ, જાતિ, લિંગ અથવા પ્રવાસીઓ માટે ખતરો હોય.
Stop Hate for Profit (સ્ટોપ હેટ ફોર પ્રોફાઈલ) આ અભિયાનના આયોજકોએ ફેસબુક પર નફરત ભરેલા સંદેશાઓ અને ખોટી સુચનાઓને રોકવાનો આરોપ લગાવ્યો હતો. તેનું કહેવું છે કે, ‘ઓછી સંખ્યામાં ઓછા બદલાવ સમસ્યાનું સમાધાન નહિ કરી શકીએ. Stop Hate for Profit ના સમર્થનમાં 90 કરતા વધારે કંપનીઓ પોતાની જાહેરાત રોકી ચુકી છે.
જો કે, કોકા-કોલાએ સીએનબીસીએ કહ્યું કે, તેની જાહેરાત સ્થગિત કરવાનો મતલબ એ નથી કે તેઓ આ અભિયાનનું સમર્થન કરી રહ્યા છે. કોકા-કોલાના CEO ક્વિન્સીએ કહ્યું કે, કંપનીનું વૈશ્વિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત રોકવા માટે તેઓ પોતાની જાહેરાત નીતિઓ પર ફરી વિચાર કરી શકશે.
ફેસબુક સંસ્થાપક માર્ક ઝુકરબર્ગની ઘોષણા બાદ કપડાં નિર્માતા લેવી સ્ટ્રોસ એન્ડ કંપનીએ કહ્યું હતું કે, તેઓ ફેસબુક પર જાહેરાત રોકી રહી છે. કોકા-કોલા કરતા અલગ તેણે સોશિયલ મીડિયા કંપની પર ઘણું બધું ન કરવાના આરોપ લગાવ્યો હતો. એ કંપનીના CMO ઝેન સેએ કહ્યું કે, “અમે ફેસબુકને કહી રહ્યા છીએ કે, તેઓ નિર્ણાયક બદલાવ વચન આપે.”તેમણે જણાવ્યું કે, અમે ખોટી સુચના અને નફરત ભરી ભાષાને ખતમ કરવાની દિશામાં પ્રગતિ ઇચ્છીએ છીએ. મતદાતાઓને પ્રભાવિત કરતી રાજનૈતિક જાહેરાતો અને સામગ્રીઓથી સારી પદ્ધતિથી ખતમ કરવા ઈચ્છીએ છીએ. જો કે અમે ફેસબુકની પ્રસંશા કરીએ છીએ કે તેમણે આ દિશામાં પોતાના કદમ ઉઠાવ્યા પરંતુ તે કાફી નથી. ફેસબુક પાસે એવી માંગ કરવામાં આવી હતી કે, નફરત ભરેલી સામગ્રીઓ રોકવા માટે હજુ વધારે કદમ ઉઠાવે. તેમજ જે કોઈ વ્યક્તિ ફેસબુક પર કોઈ નફરત ભરેલી સામગ્રી ફેલાવે તો તેને નીજી સમૂહને શોધીને નફરત ભરેલ વસ્તુને હટાવવી જોઈએ.