આજના તનાવ ભર્યા વાતાવરણમાં લગભગ મોટાભાગના લોકોના જીવનમાં નીંદર ન આવવાની સમસ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે. અને તમે નીંદર ન થવાથી અનેક બીમારીઓના શિકાર બનો છો. આથી નિંદરને વ્યવસ્થિત કરવી ખુબ જ જરૂરી છે. જો કે ઘણા લોકો દવાનું સેવન કરીને નીંદર કરે છે. પણ તેના કરતા તમે કેટલાક મંત્રોના જાપ કરીને પણ નીંદર ન આવવાની સમસ્યાને દુર કરી શકો છો.
ઘણી વખત ખરાબ જીવનશૈલીના કારણે રાતની ઊંઘ ઊડી જાય છે. તેનાથી વ્યક્તિ તણાવમાં રહેવા લાગે છે. એવામાં નીંદરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અમુક મંત્રોનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હિન્દુ ધર્મમાં મંત્રોનો વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મંત્રોમાં એટલી શક્તિ હોય છે જેનાથી દરેક બાધાઓને પાર કરી શકાય છે. તમામ કાર્યોની સિદ્ધિ માટે લોકો મંત્રોનો જાપ કરે છે. મંત્ર જાપની પરંપરા પુરાતન કાળથી ચાલી આવી રહી છે. ઋષિ-મુનિ દેવતાઓને પ્રસન્ન કરવા માટે મંત્રોનો જાપ કરતાં હતા. મંત્રોનો જાપ કરવાથી દરેક વસ્તુનું નિવારણ કાઢી શકાય છે. એમ જ ઘણી વખત લોકોને તણાવપૂર્ણ જીવનશૈલીના કારણે રાત્રે નીંદર આવી શકતી નથી. સૂતા સમયે તે ઘણી વસ્તુઓ વિશે વિચારવા લાગે છે. જેનાથી મન વધારે વિચલિત થઈ જાય છે. એવામાં જો સૂતા પહેલા અમુક મંત્રોનો જાપ કરવામાં આવે તો ઊંઘ ન આવવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ એ મંત્રો વિશે જેનો જાપ સૂતા પહેલા કરવો જોઈએ.
સારી ઊંઘ માટે કરો આ મંત્રનો જાપ:-
“યા દેવી સર્વ ભૂતેશું નિદ્રા-રુપેણ સંસ્થિતા. નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ”
જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તે સારી ઊંઘ લે, જેથી મન અને મસ્તિષ્ક બંને સંતુલિત રહે. એમ જ સુખદ નિંદર માટે માં દુર્ગા સપ્તશતી મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ સૂતા પહેલા 11 કે 21 વખત કરવો જોઈએ. આ તમે મા દુર્ગા સપ્તશતી નો મંત્રનો જાપ કરીને નીંદર ની સમસ્યાને દુર કરી શકો છો.શાંતિપૂર્ણ ઊંઘ:-
“અગસ્તિર્માધવશચેવ મુચુકુંદે મહાબલઃ, કાપીલો મુનિરાસ્તિકઃ પંચૈતે સુખશાયીનઃ”
ભાગતી દોડતી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ શાંતિપૂર્વક ઊંઘ ઇચ્છતા હોય છે. પરંતુ તમામ પ્રકારની સમસ્યાઓ માટે આવું પોસિબલ થતું નથી. જ્યોતિષશાસ્ત્ર મુજબ શાંતિપૂર્ણ ઊંઘ માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્રનો જાપ કરતાં પહેલા હાથ અને પગ સરખી રીતે સાફ કરવા જોઈએ. જો તમે શારીરિક રીતે સ્વચ્છ હશો તો તમને નીંદર આવી શકે છે.ખરાબ સપના માટે કરો આ મંત્રનો જાપ:-
“વારાણસ્યાં દક્ષિણે તું કુક્કુટો નામ વૈ દ્વિજઃ, તસ્ય સ્મરણમાત્રેણ દુઃસ્વપ્નઃ સુખદો ભવેત.”
ઘણી વખત વ્યક્તિને ખરાબ સપના આવે છે. જેના કારણે ઊંઘ ઊડી જાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ખરાબ સપનાથી બચવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વખત દરરોજ સૂતા પહેલા કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી