તરબૂચ તો લગભગ દરેક લોકોને ભાવતું જ હશે. તરબૂચ ગરમીની ઋતુનું ફળ છે જેને ગરમીની ઋતુમાં ખાવાથી પાણી ઘટતું નથી. આપણે સૌ તરબૂચને જરૂરથી ખરીદતા જ હશું અને ઘણી વાર આપણે તરબૂચને ખરીદીને નિરાશ થઈ જઇએ છીએ. તેનું કારણ એ છે કે જ્યારે આપણે તરબૂચને ઘરે લાવીને કાપીએ છીએ ત્યારે તે અંદરથી કાચું નીકળે છે. તો ચાલો આપણે જાણીએ મીઠા તરબૂચને ઓળખવાની રીત.
આપણે જ્યારે પણ તરબૂચનું નામ સાંભળીએ છીએ એટલે ઠંડકનો અનુભવ થાય છે. જેવી જ ગરમીની ઋતુ આવે છે એટલે આપણે તરબૂચની ખુબ જ રાહ જોઈએ છીએ. તરબૂચ ખાવામાં તો મીઠું જ હોય છે અને તેમાં ખુબ જ પ્રમાણમાં પાણીની પણ માત્રા હોય છે જે શરીરને હાઈડ્રેટ રાખે છે. જો તમે તરબૂચનું સેવન કરો છો તો તમારા શરીરમાં પાણીની માત્રા નહીં ઘટે. તરબૂચનું સેવન કરવાથી વજન પણ ઓછું થાય છે. આ ગરમીની ઋતુમાં તરબૂચનું સેવન કરવાથી કેટલીક બીમારીથી આપણે બચી શકીએ છીએ.જ્યારે પણ આપણે તરબૂચને ખરીદવા માટે બજારમાં જઈએ છીએ ત્યારે તરબૂચને ખરીદવા માટે કેટલીક મુશ્કેલીઓ થાય છે. તરબૂચને ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે જેથી આપણે તરબૂચને સારું ખરીદી શકીએ. એક સારું, મીઠું અને લાલ તરબૂચને જાણવું એ દરેક લોકોના હાથની વાત નથી. જો તરબૂચનો સારો સ્વાદ ન નીકળે તો મોં નો પૂરો સ્વાદ જ ખરાબ થઈ જાય છે. અમે તમને અહીં કેટલીક એવી ટિપ્સ જણાવશું જેની મદદથી તમે સારું, લાલ અને મીઠું તરબૂચની ખરીદી કરી શકશો.
પીળા ડાગ વાળું તરબૂચ : તમે જ્યારે પણ તરબૂચની ખરીદી કરવા માટે બજારમાં જાવ છો ત્યારે ધ્યાન રાખો કે તેના પર પીળા ડાઘ છે કે નહિ. અને જો પીળા ડાગ છે તો તે તરબૂચને ખરીદવું જોઈએ. લગભગ દરેક લોકો લીલું જ તરબૂચ ખરીદવાનું રાખે છે અને તે એવું વિચારતા હોય છે કે લીલું તરબૂચ જ ખુબ જ મીઠું હોય છે, અને ક્યારેક- ક્યારેક એવું થાય છે પૂરું લીલું તરબૂચ હોવાથી પણ તે અંદરથી મીઠું હોતું નથી. અને અંદરથી તે કાચું નીકળે છે. તો ધ્યાન રાખો કે જે તરબૂચની ઉપર પીળા ડાગ હોય છે તે તરબૂચ ખુબ જ મીઠું હોય છે.હળવા હાથથી તરબૂચને અજમાવો : તરબૂચને હળવા ટકોરા પરથી પણ તમે જાણી શકો છો કે તે મીઠું છે કે નહિ. તમે જ્યારે પણ તરબૂચને બજારમાં ખરીદવા માટે જાવો ત્યારે તરબૂચને હળવા હાથે ટકોરા મારો, જો તરબૂચ મીઠું હશે તો તેમાંથી ઢક-ઢક જેવો અવાજ આવશે અને જો તે તરબૂચ મીઠું નહિ હોય તો તેમાંથી અવાજ નહિ આવે.
તરબૂચના વજન પરથી પણ જાણી શકાય : તમે બજારમાં તરબૂચને ખરીદવા માટે જાવ છો તો તેને ઊંચકીને જરૂરથી તપાસ કરવી કે તેનું વજન કેટલું છે. જો તરબૂચ વજનમાં હળવું હશે તો તે વધારે મીઠું નહિ હોય અને જો તરબૂચનું વધારે વજન હશે તો તે ખુબ જ મીઠું હશે.તરબૂચનો વચ્ચેનો ભાગ ખાલી હોય તો : તમે જ્યારે તરબૂચને ખરીદીને ઘરે લાવો છો અને પછી જ્યારે તમે તેને કાપો છો ત્યારે તેની વચ્ચેનો ભાગ ખાલી નીકળે છે તો તમે ડરતા નહિ. ખરેખર, જે પણ તરબૂચનો વચ્ચેનો ભાગ ખાલી હોય તે તરબૂચ ખુબ જ મીઠું હોય છે.
પાણીમાં નાખીને જરૂરથી ચેક કરવું : તરબૂચને ખરીદતા સમયે જો તરબૂચનો રંગ થોડો ચટક વાળો છે અને તમને કોઈ શંકા થાય છે તો દુકાનવાળાને કહો કે તરબૂચનો એક ટુકડો કરીને તેને પાણીમાં નાખે. આવું કરવાથી પાણીનો રંગ ઝડપથી ગુલાબી થવા લાગે તો તેને ન ખરીદવું જોઈએ. તેમાં રંગ વાળા ઇન્જેક્શનનો પ્રયોગ હોય શકે છે અને આ સ્વાસ્થય માટે સારું નથી.અંડાકાર આકારનું તરબૂચ ખરીદો : અંડાકાર વાળું તરબૂચ હંમેશા મીઠું હોય છે. જ્યારે બીજા બધા આકાર વાળા તરબૂચ ઓછા મીઠા હોય છે.
ક્યાંય પણ છેદ ન હોવો જોઈએ : તમે જ્યારે પણ બજારમાં તરબૂચને ખરીદવા માટે જાવો છો તો ધ્યાન રાખો કે તરબૂચમાં કોઈ પણ જગ્યાએ છેદ તો નથી ને ? અત્યારે તરબૂચને જલ્દી ઉગાવવા માટે હાર્મોનલ ઇન્જેક્શન વગેરે દેવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારી સાબિત થઈ શકે છે.જો તમે આ બધી ટ્રીપથી તરબૂચની ખરીદી કરશો તો જરૂરથી તરબૂચ સારું અને પાકેલું મળશે. સસ્તું અને આર્થિક રીતે પહોંચી શકાય તેવું આ ફળ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. તેટલું જ નહિ પણ તરબૂચને ખાવાથી આપણી બોડી પણ હાઈડ્રેટ રહે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી