ભારતમાં સામાન્ય રીતે તો સ્ત્રીઓને સદીઓથી જ સૌભાગ્યશાળી અને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં ઘણા શાસ્ત્રો અને પૂરાણોમાં સ્ત્રીના ભાગ્યશાળી હોવાના લક્ષણો જણાવેલા છે. જે શાસ્ત્રોના આધારે તમે સ્ત્રીના અંગ પરથી પણ જાણી શકો છો કે સ્ત્રી ભાગ્યશાળી છે. સ્ત્રીના અમુક અંગો એવા હોય છે જે તેના વ્યક્તિત્વ અને સ્વભાવનો રાઝ ખોલે છે. તો અમુક અંગો એવા પણ હોય છે જે દર્શાવે છે કે સ્ત્રી કેટલી ભાગ્યશાળી છે.
તો શાસ્ત્રો આધારે આજે અમે જણાવશું કે જે સ્ત્રીના આ પાંચ અંગ મોટા હોય છે તેવી સ્ત્રીઓ સૌથી વધારે ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રીઓ જે પણ ઘરમાં જાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. તેમજ તે ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થવા લાગે છે.
આ સ્ત્રીનું ભાગ્ય લગ્ન બાદ તેના પતિ અને પરિવાર જનોને પણ પ્રભાવિત કરે છે, જેના કારણે તેઓને પોતાના જીવનમાં પ્રગતિ અને સફળતાઓ મળે છે. જે તેના પ્રેમી કે પતિના ભાગ્યને પણ વધારે છે અને સમૃદ્ધ બનાવે છે. આવી સ્ત્રીઓ જે ઘરમાં જાય છે તેને ભાગ્યશાળી અને ધનવાન બનાવે છે. તો ચાલો જાણીએ કે સ્ત્રીના ક્યાં 5 અંગ મોટા હોય તો તે સૌથી ભાગ્યશાળી મનાય છે.
સૌથી પહેલું અંગ છે કાન : જે સ્ત્રીઓના કાન લાંબા હોય છે તે મહિલાઓ ખુબ જ ભાગ્યશાળી મનાય છે. કહેવાય છે કે જે મહિલાઓના કાન લાંબા હોય તે મહિલાઓનું આયુષ્ય પણ લાંબુ હોય છે. આ સાથે તે ખુબ જ ભાગ્યશાળી પણ હોય છે.
બીજું અંગ છે વાળ : કોઈ પણ મહિલાના લાંબા વાળ તેના સૌંદર્યની સાથે સાથે તેના ભાગ્યશાળી હોવાની નિશાની પણ છે. જે સ્ત્રીના વાળ લાંબા હોય છે તે સ્ત્રી સાક્ષાત માતા લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. આ ઉપરાંત સ્ત્રીના લાંબા વાળ શુભતા અને ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે સ્ત્રીના પગ જોઇને પણ નક્કી કરી શકાય છે કે સ્ત્રી ભાગ્યશાળી છે કે નહિ : જે સ્ત્રીઓના પગ લાંબા હોય તે સ્ત્રીઓ પણ ખુબ જ ભાગ્યશાળી મનાય છે. સ્ત્રીના લાંબા પગ માતા લક્ષ્મીના પગ સમાન ગણાય છે. તેથી લાંબા પગ વાળી સ્ત્રીના પગ જે પણ ઘરમાં પડે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ધન પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત લાંબા પગ વાળી સ્ત્રીઓનું ભાગ્ય પણ ખુબ જ પ્રબળ હોય છે.
ત્યાર બાદ તમે સ્ત્રીના હાથ : પરથી પણ જાણી શકો છો કે તે સ્ત્રી કેટલી ભાગ્યશાળી છે. જે સ્ત્રીના હાથ લાંબા અને મુલાયમ હોય છે તે સ્ત્રીઓની ઉંમર પણ લાંબી હોય છે. લાંબા હાથ વાળી સ્ત્રીઓને પોતાના જીવનમાં ખુબ જ સુખ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
પાંચમું અંગ છે નાભી : કે જેનું મોટું હોવું પણ એક સ્ત્રીને ભાગ્યશાળી બનાવે છે. જે સ્ત્રીની નાભી મોટી હોય છે તે સ્ત્રી ધનવાન અને ખુબ જ ભાગ્યશાળી હોય છે. એવું કહેવાય છે કે જે સ્ત્રીની નાભી મોટી, ઊંડી અને જમણી બાજુ વળેલી હોય તો તે સ્ત્રી માટે તે ખુબ જ શુભ મનાય છે.
જે સ્ત્રીના આ પાંચ અંગો મોટા હોય છે, તે સ્ત્રીને શાસ્ત્રો અનુસાર ભાગ્યશાળી માનવામાં આવે છે. તો સ્ત્રી અંગો પર એક નઝર ફેરવીને તમે જાણી શકો છો કે કોઈ સ્ત્રી કેટલી ભાગ્યશાળી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી