એવી 5 પુસ્તક કે જેને દરેક માણસે જીવનમાં એક વખત તો જરૂરથી વાંચવી જોઈએ.

મિત્રો કહેવાય છે કે પુસ્તકો આપણા બેસ્ટ મિત્રો છે. જે જ્ઞાન આપણને પુસ્તક દ્રારા મળે છે, તે ક્યારેય નિષ્ફળ નથી જતું. એટલે કે જીવનમાં ક્યાંકને ક્યાંક તો ઉપયોગી જરૂર બને છે. તેથી દરેક પુસ્તક વિશે જરૂર એવી કહી શકાય કે, પુસ્તકો એ કોઈ દિવ્યાસ્ત્રથી કમ નથી. મુશ્કેલથી મુશ્કેલ સમયમાં પુસ્તક આપણો સાથ ક્યારેય નથી છોડતું. ચાલો તો આજે અમે તમને આ લેખમાં ખુબ જ મજેદાર અને જ્ઞાનથી ભરપુર 5 પુસ્તકો વિશે જણાવશું.

આ 5 પુસ્તકો એવી છે જેના દ્રારા તમે ખુદને સમજી શકશો. આપણી વિચારધારા, ભાષા, અને પ્રતિક્રિયાની આપણી લાઇફમાં શું અસર થાય છે. તેથી સમજાય અને પોતાની લાઇફમાં ઉતારી શકો એવી બુકથી શરૂઆત કરીશું. જેની ભાષા એકદમ સહેલી અને સરળ છે.

The Aichemist : આ પુસ્તકના લેખકનું નામ Paulo Coelho છે. આ પુસ્તકનો જે નાયક છે તે પોતાની ઓળખ મેળવવા માટે નીકળી પડે છે. પોતાના સપના પુરા કરવા માટે તે રસ્તામાં અનેક માણસોને મળે છે અને આ સાથે જ તેને આવી નાની-નાની કહાની દ્રારા કંઈકને કંઈક શીખવા મળે છે. લેખક લખે છે કે, માણસે પોતાના સપના પુરા કરવા માટે હંમેશા ચાલતું રહેવું પડે છે. પોતાના સપનાને જ પોતાનું લક્ષ્ય બનાવો. બુકમાં આવતા દરેક પાત્રો નાયકને ઘણું શીખવતા જાય છે. આમ અનેક નાની-નાની કહાની મળીને નાયકને જીવનનું રહસ્ય સમજાવે છે. આમ જીવનમાં હાર માનીને બેસવા કરતા તો ચાલવું વધુ યોગ્ય છે.

How to Win friends  and influence people : આ બુકના લેખકનું નામ Dale Carnegie છે. 1936 માં લખાયેલી આ બુકની ભાષા એકદમ સરળ અને સચોટ છે. લેખક જીવનના દરેક નિયમને એક-એક રીયલ ઘટના દ્રારા રજુ કરે છે. લોકો વચ્ચે નિખાલસ અને સારો સંપર્ક રાખવા માટે દરેકે આ પુસ્તક એક વખત તો જરૂર વાંચવું જોઈએ. કારણ કે આમાં તમને એક સારા લીડર, દોસ્ત, મેનેજર, બિઝનેસમેન, વગેરે બનવા માંગો છો, તો તમારે આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ. કારણ કે આ પુસ્તક communication માટેની  બેસ્ટ પુસ્તક છે. પરંતુ થોડી વાંચીને બુક મૂકી ન દેતા, કેમ કે આખી બુક વાંચશો તો ઘણું શીખવા મળશે.

Crucial conversations :  આ પુસ્તકના કુલ ત્રણ લેખક છે. તેઓએ મળીને આ પુસ્તક લખ્યું છે. વાસ્તવમાં આ ત્રણેય લેખક ખુબ જ પ્રભાવશાળી અને કુશળ વૈજ્ઞાનિક છે. તેઓએ મળીને કુલ 4 બુક લખી છે, જેમાંની આ પહેલી બુક છે. આ પુસ્તકમાં રીસર્ચ કરનાર વૈજ્ઞાનિકોએ એવા લોકોની તપાસ કરી, જે લોકો અન્ય સામાન્ય લોકો કરતા ખુબ આગળ વધવાના હતા. તેનામાં લીડરશીપનો ગુણ રહેલો હતો. આવા 500 વ્યક્તિઓ પર આ રીસર્ચ કરવામાં આવ્યું. તેમની ટીમ આ લોકોનો પીછો કરવા લાગી. શરૂઆતમાં લાગ્યું કે ખોટા લોકોનું સિલેક્શન થઈ ગયું છે. પરંતુ સમય જતા ખ્યાલ આવ્યો કે આ લોકોએ ખુબ સમજદારી અને હોશિયારીથી મુશ્કેલીનો સામનો કર્યો. જ્યાં અન્ય લોકો તો લડાઈ કરી બેસે છે, અથવા તો ઝગડો કરે છે. આમ તે ભાગી જવું અથવા તો ફાઈટ કરવી એ જ ઓપ્શન રહે છે. પરંતુ આ લોકો ખુબ આગળ વધ્યા.Awaken the Giant within :  આ પુસ્તકના લેખકનું નામ Tony Robins છે. બુકની શરૂઆત એક વાક્ય દ્રારા થાય છે. તેમજ શરૂઆતમાં એક હેલીકોપ્ટર ઉડતું હોય તેવું વર્ણન છે અને એક બિલ્ડીંગને જોઈ તેનો માલિક હેલીકોપ્ટરને ત્યાં લઇ જવાનું કહે છે અને કહે છે આથી જ 10 વર્ષ પહેલા હું અહીં નોકર તરીકે કામ કરતો હતો. આમ કહાની શરૂઆત થાય છે. આ કહાની ખુદ બુકના લેખક Tony Robins ની છે. લેખક દરેક વિષય પર પ્રેક્ટીકલ વાત કરે છે. તેઓ કહે છે કે, કંઈ રીતે આપણા નેગેટિવ વિચારો આપણા પર હાવી થાય છે અને આપણે કંઈ રીતે તેને કંટ્રોલ કરી શકીએ છે. ઘણા બધા રીયલ ઉદાહરણ આપી તેઓ જીવનના સંઘર્ષ અંગે વાત કરે છે.

The 7 Habits of Highly effective people : આ પુસ્તકમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે લોકો સમય સમય પર સારું કામ કરે છે. જ્યાં બદલાવ લાવવાની જરૂર છે ત્યાં તેઓ બદલાવ લાવે છે. આવા ગુણોને કારણે જ તેઓ કોઈ પણ અડચણ વગર આગળ વધીને લીડર બને છે. આવા લોકોને ઈફેક્ટીવ people  કહેવાય છે. આ લોકો પોતાના આ સ્વભાવને કારણે જ એક સારી અને સ્વસ્થ લાઈફ જીવે છે. જો તમે પણ આવી સ્વસ્થ અને પ્રોફેશન લાઈફ જીવવા માંગો છો, તો તમારે પણ આ બુક જરૂરથી વાંચવી જોઈએ. એક સફળ લીડર બનવા માટે જે જરૂરી આદત હોવી જોઈએ. તે માટેના સ્વ-અનુભવોને લેખક ખુબ સરસ રીતે લખે છે. આથી જ આજે 25 વર્ષોથી આ બુક ઇન્ટરનેશનલ સ્ટેજ પર બેસ્ટ બુક સેલરના રૂપે પ્રખ્યાત છે.

તો મિત્રો હવે તમે પણ સમજી ગયા હશો કે, એક સફળ અને સક્સેસ ભરેલી લાઈફ જીવવા માંગો છો, તો જરૂરથી પોતાના સ્વભાવમાં પરિવર્તન કરો. તેમજ પુસ્તકોને પોતાના મિત્રો બનાવો.

Leave a Comment