સોનુ સુદે 200 ઈડલી વેન્ડર્સને મોકલ્યા વતન, અને કહ્યું છેલ્લો શ્રમિક ઘરે ન પહોંચી જાય ત્યાં સુધી….

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, જ્યારથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારથી ફિલ્મી અભિનેતા સોનુ સુદ દ્વારા પ્રવાસી શ્રમિકોની ખુબ જ મદદ કરી છે. તો હાલમાં પણ તેમણે 200 ઈડલી વેન્ડર્સને પોતાના વતન મોકલ્યા છે. તો ત્યારે તેનો ર્ક વિડીયો બન્યો હતો જે વાયરલ થયો છે. તો ચાલો જાણીએ શું છે એ વિડીયોમાં. જાણો સોનુ સુદે કેટલા લોકોની મદદ કરી છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો એક્ટર સોનુ સુદ દ્વારા પ્રવાસી મજદૂર અને કામદારોને તેના વતન મોકલવાનું લગાતાર ચાલુ છે. તેમણે તમિલનાડુના 200 ઈડલી વેન્ડર્સને મુંબઈથી તેના ઘરે મોકલ્યા છે. તેની જાણકારી બોલીવુડના ફોટોગ્રાફર વિરલ ભયાણીએ આપી છે. સોનુ સુદે ફૂડ વેન્ડર્સને ઘરે મોકલવા માટે બસોની વ્યવસ્થા કરી હતી. ઘણી મહિલાઓએ એક્ટર સોનુ સુદની આરતી કરી અને તેને બે હાથ જોડીને તે લોકોએ અભિવાદન કર્યું હતું.

તો સોનુ સુદનો સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તેમાં વિડીયોમાં જોવા મળે છે કે, બસ રવાના થાય એ પહેલા સોનુ સુદ નાળીયેર વધેરતા નજર આવી રહ્યા છે. તે વિડીયોમાં સોનુ સુદ લોકોને સામાજિક અંતર રાખવા માટે પણ કહી રહ્યા છે. તો તમિલનાડુ જઈ રહેલા આ ફૂડ વેન્ડર્સ સોનુ સુદને આશીર્વાદ આપી રહ્યા છે અને આવા સારા કામ માટે તેનો આભાર પણ વ્યક્તિ કરી રહ્યા છે.

સોનુ સુદ લોકોને પોતાનું ધ્યાન રાખવા માટે પણ જણાવે છે. તેમજ વિડીયોના અંત બસ ચાલે એ પહેલા લોકો હાથ હલાવીને સોનુ સુદનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. તો અમુક લોકો સોનુ સુદના આ કામનો વિડીયો પણ બનાવી રહ્યા છે. તો આ સમયમાં સોનુ સુદ મજદૂરો માટે હીરો બનીને સામે આવ્યો છે. નીચે જુવો વિડીયો પણ.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સોનુ સુદે કેરળમાં ફસાયેલ 167 પ્રવાસી મહિલા શ્રમિકોને ચાર્ટર્ડ વિમાન દ્વારા ઓડિશા મોકલ્યા હતા. તે બધી 167 મહિલાઓ કોચીની એક ફેક્ટરીમાં સિલાઈનું કામ કરી રહી હતી. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં મહિલાઓની એ ફેક્ટરી બંધ થઈ ગઈ હતી અને તે લોકોને આમતેમ ભટકવું પડતું હતું. એ પહેલા પણ હજારો શ્રમિકોને સોનુ સુદે મદદ કરી છે અને તેમને વતન મોકલ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે સોનુ સુદે ખુદના પૈસાથી જ બસોને બુક કરાવી અને પ્રવાસી મજદૂરોને તેના વતન જવા માટેનું કામ શરૂ કર્યું. ત્યાર બાદ સોનુ સુદ હજારોની સંખ્યામાં લોકોને પોતાના વતન સુધી પહોંચાડી શક્યા છે. તો આ વિષય પર સોનુ સુદનું કહેવું છે કે, “જ્યાં સુધી દરેક પ્રવાસી મજદૂર પોતાના વતનમાં ઘરે ન પહોંચી જાય ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે. તેના માટે ભલે ગમે એટલું કામ કરવું પડે, મહેનત કરવી પડે, પરંતુ છેલ્લો શ્રમિક તેના ઘર સુધી  પહોંચે ત્યાં સુધી ચેનથી ન રહી શકું.”

Leave a Comment