ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ દગો આપે ત્યારે રડો નહિ કરવું જોઈએ આ કામ…. તમને દગો આપનાર હાજર વાર પસ્તાશે.
મિત્રો આજે સમય ખુબ જ આગળ વધી રહ્યો છે અને યુવાનોના વિચાર પણ ખુબ જ ઝડપથી વિકાસ પામી રહ્યા છે. તેમાં આજના મોડર્ન યુગમાં યુવાનોને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હોય તો તેને પોતાની શાન સમજવામાં આવે છે. પરંતુ એ એક મનનો ભ્રમ છે, વાસ્તવમાં એવું કશું હતું નથી. એટલું જ નહિ મોટા ભાગના છોકરા છોકરીઓને આજે પોતાના લગ્ન પહેલા જ પ્રેમ થાય છે અને તેઓ એક બીજા સાથે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડની જેમ રહેતા હોય છે. આ સંબંધ બાદ કોઈના લગ્ન તેના ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે જ થાય છે તેવું નક્કી નથી હોતું. લગ્ન પહેલા પ્રેમ થયો હોય તો પણ લગ્ન તેની સાથે આજકાલના યુવાનો નથી કરતા હોતા. લગ્ન પહેલા પ્રેમ પણ બીજાને કરવાનો અને લગ્ન પણ બીજા છોકરા સાથે કરવાના. બધા કેસોમાં અરસપરસ હોય છે કોઈકમાં છોકરી છોકરાને દગો આપે છે તો અમુકમાં છોકરો છોકરીને દગો આપે.
પરંતુ મિત્રો મહત્વની વાત તો એ છે કે લાંબો સમય સુધી કોઈ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હોય અને તેને જીવથી પણ વધારે ચાહતા હોય અને એ જ વ્યક્તિ જો આપણને દગો આપે તો તે પરિસ્થિતિ માનસિક રીતે આપણને નબળા બનાવે છે. જેના કારણે અમુક લોકો ડીપ્રેશનમાં જતા રહેતા હોય છે, તો અમુક લોકો વ્યસનોના આદી બની જતા હોય છે, તો અમુક લોકો તો એટલી હદે હારી જતા હોય છે કે આત્મહત્યા કરવા માટે પણ કદમ ઉઠાવતા હોય છે.
પરંતુ મિત્રો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડના ગયા પછી પણ આપણી પોતાની એક જિંદગી હોય છે. જે કોઈ પાત્ર કરતા પણ 100 ગણી સારી હોય છે, તેમજ આપણું ખુબ જ ધ્યાન અને ખ્યાલ રાખતો પરિવાર પણ હોય છે, જેમ કે માતા-પિતા, ભાઈ-બહેન, દાદા-દાદી વગેરે, જે તમારા જીવનમાં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ આવ્યા પહેલા પણ ઘણું બધું મહત્વ રાખતા હોય છે. આ બધી વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ. તો આજે અમે તમને જણાવશું કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ દગો આપીને જતા રહે તો સામાન્ય રીતે તેવી સ્થિતિ માંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ.
કોઈ પણ વ્યક્તિ દગો આપે ત્યારે સૌથી પહેલી ભૂલ આપણી જ હોય છે. કેમ કે સૌથી પહેલી વાત, કે જ્યારે આપણે જાણી જોઇને સામે વાળી વ્યક્તિની અમુક વાતોને નજરઅંદાજ કરી હોય, તેમજ તેને ઓળખવા અને સમજવામાં ભૂલો કરી હોય, અથવા તો એ સંબંધને બરાબર સમજવામાં ભૂલ કરી હોય ત્યારે દગો મળવાની સંભાવના વધી જાય છે. માટે એવું ક્યારેય ન વિચારવું જોઈએ કે તે છોકરા કે છોકરીએ મને દગો આપી દીધો તો હવે મારે શું કરવું જોઈએ. કારણ કે તેવું વિચારવું તે આપણા કિંમતી સમયને બર્બાદ કર્યા જેવું છે. એ વાત બિલકુલ સાચી છે કે પ્રેમ સંબંધમાં સામેના પાત્ર સાથે તમારી ભાવનાઓ જોડાયેલી હોય છે. પરંતુ એ વાતનો ક્યારેય પણ અફસોસ ન કરવો જોઈએ. કારણ કે સમય પોતાના સમયે રંગ બદલતો હોય છે. તેમ તમારા જીવનમાં ઉજાસ આવે છે.
કેમ કે સંસારનો નિયમ છે કોઈ માણસ નિષ્ફળતા જો મળી હોય તો ભગવાન તેને તેનાથી પણ શ્રેષ્ઠ વસ્તુ આપવા ઈચ્છતો હોય છે અને એટલા જ માટે દગો મળ્યો હોય છે. કદાચ તમારા નસીબમાં તેનાથી પણ શ્રેષ્ઠ પાત્ર લખેલું હોય, જે તમને જીવનભર ચાહે. તેથી જે વ્યક્તિ તમને છોડીને જતી રહી હોય છે તેના વિશે વધારે ક્યારેય ન વિચારવું જોઈએ.
ઘણી વાર સમાજમાં એવા પણ કિસ્સાઓ બનતા હોય છે પાત્રના લગ્ન પણ થઇ ગયા હોય અને બંને માંથી કોઈ વ્યક્તિને દગો આપીને ભાગી જતું હોય છે. જો આવું થાય તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો જે પાત્ર લગ્ન પહેલા દગો આપે તેને ભૂલી જવું જોઈએ. કેમ કે તેનાથી પણ વધારે સારું પાત્ર સામે નક્કી કરવામાં આવ્યું જ હોય છે.
હંમેશા આપણા તરફથી થયેલી ભૂલોને પહેલા જાણવી જોઈએ. તમારે તમે કરેલી ભૂલોને શોધવી જોઈએ અને જ્યારે આગળ કોઈ સાથે સંબંધો બંધાઈ તો તે ભૂલોને સુધારવી જોઈએ. જેનાથી તમને ક્યારેય દગો મળવાની સંભાવવના નથી રહેતી.
મિત્રો હંમેશા એક વાત જીવનમાં યાદ રાખવી જોઈએ કે સમય અને આપણું જીવન ક્યારેય કોઈના માટે અટકતું નથી. જિંદગી કોઈ માટે ક્યારેય નથી અટકતી. જ્યારે કોઈ વ્યક્તિ આપણને દગો આપે ત્યારે વાતને સ્વીકારવી જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ અને આપણે આપણા જીવનના લક્ષ્ય તરફ ધ્યાન આપવું જોઈએ. પહેલા તમારી જિંદગીમાં એક એવી વ્યક્તિ હતી કે જે કદાચ તમને ક્યારેક તમારા લક્ષ્યથી પણ ભટકાવતી હોય, પરંતુ હવે તમારા લક્ષ્ય વચ્ચે કોઈ નહિ આવી શકે. તે વાતથી ખુશ થવું જોઈએ અને જીવનમાં પોતાને એટલા સફળ બનાવી દેવા જોઈએ કે આગળ જતા દગો આપેલા પાત્રને અફસોસ થવો જોઈએ.
મિત્રો કર્મ પર ભરોસો રાખવો જોઈએ, કર્મથી મહાન બીજું કોઈ નથી. જો તમે તમારા જીવનમાં કોઈને દગો નથી આપ્યો તો વિશ્વાસ રાખો તમને પણ એવું જ પાત્ર મળશે.
મિત્રો તમને આ વાત સાચી લાગે છે તો કોમેન્ટ કરો….. હા / ના.