સ્ત્રીઓમાં માસિક ધર્મની શરૂવાત કેવી રીતે થઇ? જાણો આપણા શાસ્ત્રો શું કહે છે.

આપણા ધર્મગ્રંથોમાં એવી ઘણી બધી કથાઓ મળે છે જેની કલ્પના પણ આપણે નથી કરી શકતા. એવી જ એક ખુબ જ મહત્વની વાત આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. સ્ત્રીઓની એક વાત તો આપણે બધા જાણીએ છીએ કે બધી જ મહિલાઓને દર મહીને માસિક ધર્મ થાય છે. આ પ્રક્રિયાને વિજ્ઞાન એક સામાન્ય પ્રક્રિયા માને છે. ત્યાં બીજી બાજુ આપણા ધર્મગ્રંથો આ પ્રક્રિયાને મહિલાની કમજોરી બતાવવામાં આવી છે. જે તેને શારીરિક રીતે થોડી નબળી પાડે છે.

ઘણી વાર એવા સવાલો મનમાં થતા હોય કે માત્ર મહિલાઓએ શા માટે દર મહીને આ પીડાને સહન કરવી પડે છે. તેનું કારણ શું છે ? તો ચાલો મિત્રો જાણીએ કે આપણા શાસ્ત્રોમાં સ્ત્રીઓને માસિક આવે છે તેનું મૂળ કારણ શું છે.

પૌરાણિક કથાઓ અનુસાર આનું કારણ દેવરાજ ઇન્દ્ર દ્વારા મહિલાઓને આપેલા શ્રાપને માનવામાં આવે છે. ભાગવત પુરાણ અનુસાર એકવાર ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રદેવથી નારાજ થઇ ગયા. જેનો ફાયદો ઉઠાવીને અસુરોએ દેવલોક પર આક્રમણ કર્યું. તેના કારણે ઈન્દ્રદેવએ પોતાની ગાદી છોડીને ભાગવું પડ્યું.અસુરોથી બચતા બચતા ઇન્દ્ર સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીની પાસે પહોંચ્યા અને બ્રહ્માજી પાસે મદદ માંગવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીએ તેને એક રસ્તો આપ્યો. ” કે હે દેવેન્દ્ર, તેના માટે તારે એક બ્રહ્મ જ્ઞાનીની સેવા કરવી પડશે. જો તે પ્રસન્ન થઇ ગયા તો તને સ્વર્ગ લોકો પાછુ મળી જશે.”

બ્રહ્માજીના કહ્યા અનુસાર ઇન્દ્ર એક બ્રહ્મજ્ઞાનીની સેવા કરવા લાગ્યા. પરંતુ ઇન્દ્ર દેવએ વાતથી અજાણ હતા કે જેની તે સેવા કરી રહ્યા છે તે જ્ઞાનીની માતા અસુર છે. જેના કારણે તે જ્ઞાનીને અસુરોની સાથે અધિક લગાવ હતો. અસુરોની સાથે લગાવના કારણે તે જ્ઞાની ઇન્દ્રદેવની બધી જ હવન સામગ્રી દેવતાની જગ્યાએ અસુરોને અર્પિત કરી દેતા હતા. જ્યારે આ વાતની ખબર ઇન્દ્રદેવને પડી તો તેણે ક્રોધમાં આવીને બ્રહ્મજ્ઞાનીની  હત્યા કરી નાખી.

ત્યાર પછી ઇન્દ્ર ભગવાન વિષ્ણુની પાસે ગયા અને ત્યાં મદદ માંગી. ભગવાન વિષ્ણુએ બ્રહ્મ હત્યા જેવા પાપની સજાથી બચવાનો એક સુજાવ આપ્યો અને ઇન્દ્રને કહ્યું. “હે દેવરાજ, તેના માટે તમારે વૃક્ષ, ધરતી, જળ અને  સ્ત્રીમાં તમારું થોડું થોડું પાપ વહેંચવું પડશે અને સાથે સાથે બધાને એક એક વરદાન પણ દેવું પડશે.”

ભગવાન વિષ્ણુના કહ્યા અનુસાર ઇન્દ્રદેવે સૌથી પહેલા વૃક્ષ પાસેથી પાપનો અંશ લેવાનું શરૂ કર્યું. ત્યારે વૃક્ષે ચોથા ભાગનો પાપનો હિસ્સો લઇ લીધો. જેના બદલામાં ઇન્દ્રએ વરદાન આપ્યું. ” મૃત્યુ બાદ સ્વયં વૃક્ષ પોતાને જીવંત કરી શકશે.” આપણે બધા જાણીએ છીએ કે વૃક્ષ સુકાય જાય તો પણ આપમેળે ઘણી વાર જીવંત થઇ જાય છે.ત્યાર પછી ઇન્દ્રના અનુરોધ પર પાણીએ પણ ઇન્દ્રના પાપનો અમુક હિસ્સો લઇ લીધો. તેના બદલામાં પાણીને અન્ય વસ્તુઓને પવિત્ર કરવાનું વરદાન આપ્યું. એટલા માટે જ હિંદુધર્મમાં જળને પવિત્ર માનવામાં આવે છે. તેનાથી કોઈ પણ વસ્તુને ધોઈ નાખો તો તે પવિત્ર થઇ જાય છે. તેવી જ રીતે ધરતીએ પણ ઈન્દ્રદેવના પાપના ભાગનો હિસ્સો સ્વીકાર કરી લીધો. તેના બદલામાં ઇન્દ્રદેવે ધરતીને વરદાન આપ્યું. “ધરતી પર લાગેલી ચોંટ આપમેળે ભરાય જશે.”

અને અંતમાં ઈન્દ્રદેવ દ્વારા વિનંતી કરવાથી સ્ત્રીએ બાકી રહેલા પાપનો બધો જ ભાગ પોતાના પર લઇ લીધો. ત્યાર પછી મહિલાઓને દરેક મહીને માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે. એટલે કે આપણા શાસ્ત્રોનું કહેવું છે કે ઇન્દ્રનું કરેલું પાપ સ્ત્રીએ ભોગવવું પડે છે. પરંતુ તેના બદલામાં ઇન્દ્રદેવે મહિલાઓને વરદાન આપ્યું કે “પુરુષોની તુલનામાં મહિલા કામનો આનંદ વધારે લઇ શકશે.”  ત્યારથી મહિલાઓ માસિકધર્મના રૂપે બ્રહ્મ હત્યાનું પાપ સહન કરી રહી છે. ત્યારથી દરેક મહિલાઓને માસિકની પીડાથી દર મહીને તકલીફ ભોગવવી પડે છે.તો આવી રીતે સ્ત્રીઓને માસિક આવવાનું ચાલુ થયું. ઇન્દ્રને મળેલા શ્રાપના કારણે તેણે તેના આ પાપને આ ચાર વસ્તુમાં વહેંચ્યું. આ કથા ઈન્ટરનેટ માહિતીને આધારે -> https://www.jagran.com/spiritual/ પરથી લેવામાં આવી છે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “સ્ત્રીઓમાં માસિક ધર્મની શરૂવાત કેવી રીતે થઇ? જાણો આપણા શાસ્ત્રો શું કહે છે.”

Leave a Comment