મિત્રો આજે આ લેખમાં બોલીવુડના બે મહાન કલાકાર વિશે જણાવશું. આ બંને કલાકાર 30 વર્ષથી એક જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં પણ તેમણે કોઈ પણ ફિલ્મમાં એક સાથે કામ નથી કર્યું. તો ચાલો જાણીએ કોણ છે એ બંને એક્ટર્સ. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
મિત્રો શાહરૂખ ખાન અને અક્ષય કુમાર છેલ્લા 30 વર્ષથી એક જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તેમ છતાં આ બંને એક્ટર્સે ક્યારેય સાથે કામ નથી કર્યું. જે એક સત્ય વાત છે, કેમ કે લગભગ કોઈએ બંનેને એક સાથે ફિલ્મમાં કામ કરતા નહિ જોયા હોય. આ બાબતને લઈને ઘણી પ્રકારની ખબરો પણ ચાલતી રહે છે, જેમ કે બંને વચ્ચે કોઈ ખટપટ છે, એટલા માટે સાથે કામ નહિ કરતા હોય.
શાહરૂખ ખાન એક વર્ષ દરમિયાન એકાદ જ ફિલ્મ કરે છે, તો સામે અક્ષય કુમાર એક વર્ષમાં ચારથી પાંચ ફિલ્મોમાં કામ કરી નાખે છે. તો આ બાબતને લઈને થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં શાહરૂખ ખાનને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું તમે વર્ષમાં ત્રણ અથવા ત્રણથી વધારે ફિલ્મોમાં કામ કરી શકો છો ? અથવા તો તમે અક્ષય કુમાર સાથે કામ કરી શકો છો ?શાહરૂખ ખાને આ સવાલોનો ખુબ જ ફન્ની જવાબ આપ્યો અને એ પણ લોજીકલ રીતે. શાહરુખને કહ્યું કે, “હું આના વિશે શું કહી શકું, જ્યારે અક્ષય કુમાર રાત્રે સુઈને ઉઠે છે, ત્યારે હું સુવા માટે જાવ છું. અક્ષય કુમારનો દિવસ જલ્દી શરૂ થાય છે, અને જ્યાં સુધીમાં હું ફિલ્મના સેટ પર શુટિંગ માટે પહોંચું કે અક્ષયનું શૂટ પૂરું થઈ ગયું હોય અને તે તેના ઘરે જવાની તૈયારી પણ કરી રહ્યા હશે. કેમ કે આગળના દિવસે ફરી વહેલા આવીને કામ કરી શકે.”
શાહરૂખ ખાન જણાવે છે કે, “હું રાત્રે કામ કરવા વાળો માણસ છું અને દરેક લોકો રાત્રે કામ કરવું કે શુટિંગ કરવાનું પસંદ નથી કરતા. જો કે અક્ષય કુમાર સાથે કામ કરવું ખુબ જ મજેદાર રહેશે. કેમ કે અમે બંને સેટ પર મળીએ જ નહિ, કેમ કે અક્ષય કુમાર ઘરે જઈ રહ્યા હશે અને હું આવી રહ્યો હોઈશ. હું અક્ષય કુમાર સાથે કામ કરવા ઈચ્છું છું પરંતુ અમારું ટાઈમિંગ સેટ ન થઈ શકે.”
તો મિત્રો આવું પહેલી વાર જ નથી થયું કે કોઈ સ્ટારે અક્ષય કુમાર સાથે કામ કરવાને લઈને આવી વાત કરી હોય. આ પહેલા સલમાન ખાન પણ અક્ષય કુમાર વિશે ઉપર જણાવ્યા અનુસાર વાત કહી ચુક્યા છે. સલમાન ખાન અને અક્ષય કુમારે “મુજ સે શાદી કરોગી” ફિલ્મમાં એક સાથે કામ કર્યું હતું અને જાનેમન જેવી ફિલ્માં એક સાથે કામ કર્યું છે. સલમાન ખાને અક્ષય કુમાર વિશે એ પણ કહ્યું હતું કે, જ્યાં સુધીમાં હું . “મુજ સે શાદી કરોગી” ના ફિલ્મ સેટ પર પહોંચતો હતો, ત્યારે અક્ષય કુમાર તેના સીન શૂટ કરીને ઘર તરફ જવા માટેની તૈયારી કરી રહ્યા હોય. ફિલ્મના ઘણા એવા સીન્સ જેમાં એ બંનેને દેખાવાનું હતું, તે બંને કલાકારોએ અલગ અલગ શૂટ કર્યા હતા. જે શુટમાં બંનેને એક જ ફ્રેમમાં એક સાથે દેખાવાનું હતું તે શૂટ જ સાથે કર્યું હતું.
જો કે અક્ષય કુમારના આ રૂટીન વિશે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ વાત જાણે છે કે, તે સમયના ખુબ જ પાબંધ વ્યક્તિ છે, અને તે ખુબ જ ડિસીપ્લીન છે, તેમજ હેલ્દી લાઈફ સ્ટાઇલ ફોલો કરે છે. ન તો અક્ષય કુમાર પાર્ટી કરે, ન તો સ્મોકિંગ કરે, ન તો આલ્કોહોલનું સેવન કરે. અક્ષય કુમારની વર્ષમાં ચાર થી પાંચ ફિલ્મો રિલીઝ થઇ જાય તો તેની સાથે શાહરૂખ ખાન અને સલમાન ખાન પોતાની એક જ ફિલ્મ રિલીઝ કરે છે.