સલમાન ખાનની ફિલ્મ “મૈને પ્યાર કિયા” ને લગભગ કોઈ ભૂલી ન શકે. સલમાન ખાનની આ ફિલ્મ 1989 માં આવી હતી. સલમાન ખાન આ ફિલ્મમાં હીરો હતા. તેની સાથે હિરોઈનનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ ભાગ્યેશ્રી હતી. એ સમયે ભાગ્યેશ્રી ખુબ જ માસુમ છોકરી જેવી દેખાતી હતી. ભાગ્યેશ્રીએ આ ફિલ્મમાં કામ કાર્ય બાદ ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી. આજે પણ તે ફિલ્મની ભાગ્યેશ્રીને લોકો યાદ કરે છે. સલમાન ખાન સાથે કામ કરીને ભાગ્યેશ્રીએ એ ફિલ્મથી લોકોના દિલ જીતી લીધા હતા.
ભાગ્યેશ્રી એ એ ફિલ્મ બાદ તમિલ, તેલુગુ અને ભોજપુરી જેવી ફિલ્મોમાં પણ પોતાની ઓળખ બનાવી હતી. પરંતુ મુખ્ય ઓળખ તેને “મૈને પ્યાર કિયા” ફિલ્મથી મળી હતી. પરંતુ હાલ તે ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે અને પરિવારને સંભાળી રહી છે. તમને જાણીને આશ્વર્ય થશે કે ભાગ્યેશ્રી બે યુવાન બાળકોની માતા છે. પરંતુ તેમ છતાં પણ તે ખુબ જ યંગ અને ફીટ દેખાય છે. તેની ફિટનેસને લઈને ચર્ચામાં પણ રહે છે.પરંતુ હાલ ભાગ્યેશ્રી તેની દીકરીના કારણે ચર્ચામાં આવી છે. ભાગ્યેશ્રીની દીકરીનું નામ છે અવંતિકા દસાની. ભાગ્યેશ્રીની દીકરી એટલા માટે ચર્ચામાં આવી કારણ કે, ભાગ્યેશ્રીની દીકરી અવંતિકા પણ માતાની જેમ રૂપ સુંદરી દેખાવા લાગી છે. પરંતુ અવંતિકા સોશિયલ મીડિયાથી દુર રહે છે. અવંતિકા સુંદરતાની દ્રષ્ટીએ બધા જ સ્ટાર કિડ્સની ટક્કર આપી દે છે.
ભાગ્યેશ્રીની દીકરી અવંતિકા 23 વર્ષની છે. તેની સુંદરતા ખુબ જ મોહક છે. તેની તસ્વીરો જોઇને કોઈ પણ લોકોને એવું જ લાગે કે અવંતિકા ભાગ્યેશ્રીનો પડછાયો છે. ભાગ્યેશ્રીની સંપૂર્ણ સુંદરતા તેની દીકરી અવંતિકામાં આપણને જોવા મળે છે.અવંતિકાએ ગ્રેજ્યુએશન લંડન બિઝનેસ સ્કુલ ઓફ કેસમાં કર્યું છે. તેને બિઝનેસ ફિલ્ડ અને માર્કેટિંગ વિષયમાં ડીગ્રી મેળવી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અવંતિકા ડેટિંગને લઈને ચર્ચામાં આવી હતી. અવંતિકા અરમાન મલિકની સાથે ડેટિંગને લઈને ચર્ચામાં આવી હતી. અરમાન મલિક મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિકનો ભત્રીજો છે. અરમાન મલિક અને અવંતિકા એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે એવી ખબરો સામે આવી હતી.
તેમજ થોડા સમય પહેલા એવી પણ ખબર સામે આવી હતી કે, સલમાન ખાન દ્વારા કરવામાં આવતા પ્રોડક્શનમાં અવંતિકા ડેબ્યુ પણ કરે. જો આ બાબતને લઈને હજુ સુધી કોઈ પણ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ જારી નથી થયું. પરંતુ સુત્રોના આધારે એવી જાણકારી સામે આવી છે.આગળ અમે તમને જણાવ્યું એ અનુસાર અવંતિકા સોશિયલ મીડિયા પર ખુબ જ ઓછી એક્ટિવ રહે છે. પરંતુ તેની માતા ભાગ્યેશ્રી વારંવાર અવંતિકા સાથે પોસ્ટ શેર કરે છે. જેમાં અવંતિકાની સુંદરતા નિહાળી શકાય છે.