દિયા મિર્ઝા સાથે આ એક્ટરે સ્વિમિંગ પુલમાં કરી એવી હરકત કે, દિયાના થઇ ગયા આવા હાલ.

માર્ચ મહિનામાં એક્ટર રોહિત રોય એક વિવાદમાં ફસાયો હતો. રોહિત બોલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાના કારણે વિવાદમાં આવી ગયો હતો. રોહિત રોય પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે દિયા મિર્ઝા સાથે તેણે અભદ્ર વ્યવહાર કર્યો છે. એવું જાણવામાં આવ્યું હતું કે દિયા મિર્ઝા તેના જ કો-સ્ટાર રોહિતના કારણે ખુબ જ દુઃખી થઇ ગઈ હતી. દિયા મિર્ઝા સ્વિમિંગ પુલમાંથી બહાર આવતી હતી અને એ સમયે રોહિતે પાછળથી ચુંટણી ખણી હતી. આ બનાવ સંજય ગુપ્તાની ફિલ્મ અલીબાગના શુટિંગ સમયે બન્યો હતો. આખા યુનિટ સાથે રોહિત પણ ગોવાની એક હોટેલમાં રોકાયો હતો. બ્રેક પડ્યો એ સમયે દિયા મિર્ઝાએ સ્વિમિંગમાં રીલેક્સ થવાનું નક્કી કર્યું. દિયા મિર્ઝા સ્વિમિંગને માણી રહી હતી અને રોહિતે પણ તેની સાથે સ્વિમિંગ પુલના જોઈન કર્યું.

પરંતુ દિયા મિર્ઝા જ્યારે પુલમાંથી બહાર આવતી હતી ત્યારે રોહિતે દિયાની પાછળથી ચુંટણીખણી અને આખી બાજી બગડી ગઈ હતી. ત્યારે દિયા એકદમ ચોંકી ગઈ અને તેની આંખોમાં પાણી આવી ગયા. પરંતુ બીજા દિવસે દિયાને ખુબ જ આશ્વર્ય થયો રોહિતના વર્તનને જોઇને. રોહિત  નોર્મલ હતો જાણે કંઈ થયું જ ન હતું. રોહિત દિયા સાથે એકદમ નોર્મલ હોય તેવું વર્તન કરવા લાગ્યો. પરંતુ ત્યારે દિયાએ રોહિત સાથે વાત પણ ન કરી અને અભદ્ર વ્યવહાર માટે માફી માંગવા પણ જણાવ્યું હતું.

પરંતુ રોહિતે ત્યારે એવું જણાવ્યું કે એવી કોઈ ઘટના બની જ નથી કે માફી માંગું. દિયામાં એવું કંઈ દેખાતું જ નથી કે હું કંઈ કરું. પરંતુ આ વાત દિયાએ જાહેરમાં કરવા માટે કહ્યું હતું અને ત્યારે રોહિતની પત્નીએ પણ તેને ફરિયાદ કરી હતી અને ત્યાર બાદ રોહિતે માફી માંગી હતી. એ સમયે રોહિતની પત્ની માનસી પણ ગોવામાં હાજર હતી.

રોહિતના આ પ્રકારના વર્તનથી દિયા મિર્ઝા ખુબ જ દુઃખી થઇ હતી. પરંતુ રોહિતે માફી માંગી એટલા માટે દિયાએ આ મુદ્દાને આગળ વધાર્યો ન હતો. દિયા એવું ઇચ્છતી ન હતી કે, રોહિતના કારણે તેની પત્ની માનસી અને દીકરીને કોઈ પ્રોબ્લેમ આવે. માટે દિયાએ એ વાતને ત્યાં જ થંભાવી દીધી હતી.ત્યાર બાદ આ મુદ્દે દિયાએ કહ્યું હતું કે, એટલું જ કહેવા ઈચ્છું છું કે, આવી સમસ્યાઓને પરિપક્વતા સાથે સંભાળવી જોઈએ. રોહિતે આખી વાત સ્વીકારવાની નાં કહી કીધી અને જણાવ્યું કે, લગભગ બધા જ સેટ પર અણસમજણ થાય, પરંતુ આ સાચું નથી. કોઈએ મને માફી માંગવા કહ્યું નથી અને જો દિયાને દુઃખ લાગ્યું હોય તો પણ એ પણ રૂબરૂ વાત કરે. આવું કંઈ બન્યું જ નથી.

Leave a Comment