ભારતીય સિનેમા જગતમાં ઘણી બધી સુંદર અભિનેત્રીઓ રહેલી છે. અહીં થોડી અભિનેત્રીઓ પ્રાકૃતિક રીતે ઘણી સુંદર છે જેમને સર્જરીની કોઈ જરૂર નથી પડતી, અને ન તો એમણે ક્યારેય કોઈ સર્જરી કરાવી છે. ત્યાં અમુક અભિનેત્રીઓ પોતાની સુંદરતાને નિખારવા માટે સર્જરીની મદદ લેતી રહે છે. તમે બોલીવુડની ઘણી અભિનેત્રીઓ વિશે વાચ્યું હશે જેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ગોરા અને સુંદર દેખાવું એ દરેકની ઈચ્છા હોય છે.
ક્યારેક ક્યારેક શ્યામ રંગ હોવા પર લોકોનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ એવી છે કે, જે સુંદર દેખાવા માટે ફેયર કોમ્પ્લેશન માટે સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટની મદદ લઈ ચુકી છે. એમાં કાજોલ, શિલ્પા શેટ્ટી અને પ્રિયંકા ચોપડા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.
ત્યાં અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેમનો રંગ ઘણો સાફ છે. તે એટલી ગોરી અને સુંદર હોય છે કે, તેને મેકઅપ કરવાની પણ જરૂર નથી પડતી. ઘણી ઓછી છોકરીઓ એવી હોય છે કે, જેમની ત્વચા ગોરી હોવાની સાથે સાથે એકદમ સાફ અને સુંદર હોય છે. આજે અમે આ પોસ્ટ દ્વારા તમને એ અભિનેત્રીઓ વિશે જણાવી દઈએ કે જેમની ગણતરી બોલીવુડની સૌથી ગોરી અભિનેત્રીઓમાં થાય છે.
કરીના કપૂર : કરીના કપૂરના ફેન ફોલોવિંગ તો ભારતથી વધુ વિદેશોમાં છે. તેની સુંદરતા માટે છોકરીઓ પણ તેને ફોલો કરે છે. કરીના કપૂર ઇન્ડસ્ટ્રીની સફળ હિરોઈન છે, તે કોઈ અપ્સરાથી ઓછી નથી, અને તે બોલીવુડની ગોરી હિરોઈનોની લીસ્ટમાં આવે છે. તેમણે થ્રી ઈડિયટ્સ, બોડીગાર્ડ, કભી ખુશી કભી ગમ, જબ વી મેટ અને હિરોઈન જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે.
અનુષ્કા શર્મા : અનુષ્કા શર્માના અભિનયનો પણ કોઈ જવાબ નથી. તેમણે ભલે ઘણા છોકરાઓના દિલ તોડીને વિરાટ કોહલી સાથે લગ્ન કરી લીધા છે, પરંતુ તેની ફિલ્મો આજે પણ લોકો પસંદ કરે છે. અનુષ્કાની સુંદરતા તમે ફિલ્મો ઉપરાંત પણ ઘણા ઈવેન્ટ્સમાં જોઈ હશે. તેમણે પીકે, સંજુ, રબને બના દી જોડી, સુલતાન, એનએચ 10, ફીલોરી જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. એ પણ એટલી સુંદર છે કે જેનો કોઈ જવાબ નથી.
તમન્ના ભાટિયા : મુંબઈમાં જન્મેલી તમન્નાએ સાઉથની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તમન્નાએ બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે પણ ચોથી ગોરી અભિનેત્રી છે.
મોનિકા બેદી : અંડરવર્લ્ડ ડોન અબુ સલેમ અને અભિનેત્રી મોનિકા બેદીનું અફેયર ઘણા વર્ષો સુધી ચર્ચામાં રહ્યું હતું. પોલીસ દ્વારા પકડાઈ જવા પર મોનિકા બેદીએ પણ અબુ સલેમ સાથે જેલની સજા ભોગવી છે, હાલમાં તે સજા ભોગવી ઇન્ડસ્ટ્રીમાં પાછી આવી ગઈ છે. જણાવી દઈએ કે મોનિકા બેદીનું નામ બોલીવુડની ગોરી ચિટ્ટી અભિનેત્રીઓમાં આવે છે.
જેકલીન ફર્નાડીસ : શ્રીલંકા માંથી આવેલી જેકલીને સલમાન સાથે ફિલ્મ ‘કિક’ માં કામ કર્યું અને પોપ્યુલર થઈ ગઈ. આમ તો તેમણે ફિલ્મ અલાદીનથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જેકલીનના ફેન ફોલોવિંગ ઇન્ડિયા અને શ્રીલંકા ઉપરાંત ચીનમાં પણ ઘણી છે. તેમણે હાઉસફુલ સીરીઝમાં અને કિક જેવી સફળ ફિલ્મમાં કામ કર્યું છે. તે પણ બોલીવુડની ગોરી અભીનેત્રી લીસ્ટમાં નામ છે.
કરિશ્મા કપૂર : કરિશ્મા 90 ના દશકની પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે. કરીનાની જેમ એમની બહેન કરિશ્મા પણ ઘણી ગોરી છે. 44 વર્ષની ઉંમર હોવા છતાં કરિશ્મા હાલમાં પણ ઘણી સુંદર દેખાય છે અને બોલીવુડની ગોરી અભિનેત્રીઓમાં કરિશ્માનો પણ સમાવેશ કરવામાં આવે છે.
કેટરીના કેફ : કેટરીના તે અભિનેત્રીઓમાં રહેલી છે જેનો રંગ એકદમ દૂધ જેવો સફેદ છે, તેને કદાચ ઓછા મેકઅપમાં પણ સુંદર બનાવી દેવામાં આવે છે. તેમણે એક થા ટાઇગર, જબ તક હે જાન, ઝીરો, ટાઇગર જિન્દા હે, ધૂમ ૩, રાજનીતિ, સરકાર -2, મેને પ્યાર કયો કિયા, અજબ પ્રેમ કી ગજબ કહાની જેવી અનેક સફળ ફિલ્મમાં કામ કર્યું છે.
આલિયા ભટ્ટ : પોતાની દરેક ફિલ્મોમાં પોતાની અદાકારીનો જાદુ દેખાડવા વાળી આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીની નંબર વન હિરોઈન છે. એમણે હાઇવે, ડીયર જિંદગી, હમટી શર્મા કી દુલ્હનિયા ,બદ્રીનાથ કી દુલ્હનિયા, રાઝી વગેરે ફિલ્મમાં કામ કર્યું છે. આલિયા દેખાવમાં ઘણી સુંદર છે અને એનો પણ રંગ દૂધ જેવો સફેદ છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ